Surat: ફરી બોમ્બની ધમકીનો મળ્યો મેઈલ, હોટલને ઉડાવી દેવાની ધમકી
સમગ્ર દેશમાં અનેક જગ્યાએ બોમ્બ હોવાની ધમકીના મેઈલ મળી રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાજકોટની હોટલને ઉડાવી ધમકી મળ્યા બાદ આજે સુરતની હોટલ લે મેરિડિયનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. આ હોટલ ડુમસ રોડ પર આવેલી છે. જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સવારે મેઈલ આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે. બૉમ્બ સ્કોડની ટીમે તપાસ શરૂ કરી. કેન્દ્ર સરકારના IT વિભાગ દ્વારા બોમ્બની ધમકી આપનાર સામે કડક પગલા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હોય તે મીડિયા સમક્ષ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં બોમ્બની ધમકી યથાવત જોવા મળી રહી છે. રાજકોટની 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. શહેરમાં આજે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરની અગ્રણી દસ હોટલોને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મળી હતી જેમાં ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલનો સમાવેશ થાય છે. બપોરે 12:45 વાગ્યે મેઈલ મળ્યો હતો ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા હતા અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. બપોરે 12:45 વાગ્યે આ મેઈલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ હોટલો પર પહોંચી ગઈ હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળ્યા બાદ હવે હોટલોને નિશાન બનાવવામાં આવી છે. તહેવારના સમયમાં આવી ધમકી મળતાં સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા ધમકી ભર્યો મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર દેશમાં અનેક જગ્યાએ બોમ્બ હોવાની ધમકીના મેઈલ મળી રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાજકોટની હોટલને ઉડાવી ધમકી મળ્યા બાદ આજે સુરતની હોટલ લે મેરિડિયનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. આ હોટલ ડુમસ રોડ પર આવેલી છે. જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સવારે મેઈલ આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે. બૉમ્બ સ્કોડની ટીમે તપાસ શરૂ કરી.
કેન્દ્ર સરકારના IT વિભાગ દ્વારા બોમ્બની ધમકી આપનાર સામે કડક પગલા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હોય તે મીડિયા સમક્ષ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં બોમ્બની ધમકી યથાવત જોવા મળી રહી છે.
રાજકોટની 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
શહેરમાં આજે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરની અગ્રણી દસ હોટલોને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મળી હતી જેમાં ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલનો સમાવેશ થાય છે.
બપોરે 12:45 વાગ્યે મેઈલ મળ્યો હતો
ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા હતા અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. બપોરે 12:45 વાગ્યે આ મેઈલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ હોટલો પર પહોંચી ગઈ હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળ્યા બાદ હવે હોટલોને નિશાન બનાવવામાં આવી છે. તહેવારના સમયમાં આવી ધમકી મળતાં સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા ધમકી ભર્યો મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.