Surat: દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ, આરોપીને ફાંસીની સજા: હર્ષ સંઘવી

સાવલી પોક્સો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકની હદમાં 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની અને એક લાખના દંડની સજા સાવલી કોર્ટ દ્વારા આપવામાં આવી છે. આરોપી વનરાજસિંહ અમરસિંહ, રહે. ગુતરડી, તાલુકો ડેસરને પોકસો બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો છે. સાવલી અધિક સેશન કોર્ટના જજ જે એ ઠક્કરે આજીવન કેદની સજા અને પીડિતાને ચાર લાખની સહાય ચૂકવવા જિલ્લા લીગલ ઓથોરિટીને ભલામણ કરી છે.પાંડેસરાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા આપવા મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતની ઘટનામાં ઝડપથી ન્યાય અપાવ્યો છે. ગુજરાતમાં આરોપીઓને ઝડપથી સજા આપવામાં આવે છે. સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ આપવામાં આવી છે. સાવલી પોક્સો કોર્ટે દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આરોપી વનરાજસિંહ અમરસિંહને આજીવન કેદ તેમજ આરોપીને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2022માં ડેસર તાલુકામાં થયું હતું દુષ્કર્મ હર્ષ સંઘવીએ કહ્યું કે, પીડિતાને 4 લાખની સહાય ચૂકવવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમજ સુરતમાં ગ્રીષ્માના આરોપીને ઝડપથી સજા આપવામાં આવશે. દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ છે. સમાજમાં સાચી માહિતી પહોંચવી જરૂરી છે. દુષ્કર્મ કેસમાં 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાઇ છે.

Surat: દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ, આરોપીને ફાંસીની સજા: હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી પોક્સો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકની હદમાં 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની અને એક લાખના દંડની સજા સાવલી કોર્ટ દ્વારા આપવામાં આવી છે. આરોપી વનરાજસિંહ અમરસિંહ, રહે. ગુતરડી, તાલુકો ડેસરને પોકસો બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો છે. સાવલી અધિક સેશન કોર્ટના જજ જે એ ઠક્કરે આજીવન કેદની સજા અને પીડિતાને ચાર લાખની સહાય ચૂકવવા જિલ્લા લીગલ ઓથોરિટીને ભલામણ કરી છે.

પાંડેસરાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા આપવા મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતની ઘટનામાં ઝડપથી ન્યાય અપાવ્યો છે. ગુજરાતમાં આરોપીઓને ઝડપથી સજા આપવામાં આવે છે. સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ આપવામાં આવી છે. સાવલી પોક્સો કોર્ટે દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આરોપી વનરાજસિંહ અમરસિંહને આજીવન કેદ તેમજ આરોપીને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

2022માં ડેસર તાલુકામાં થયું હતું દુષ્કર્મ

હર્ષ સંઘવીએ કહ્યું કે, પીડિતાને 4 લાખની સહાય ચૂકવવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમજ સુરતમાં ગ્રીષ્માના આરોપીને ઝડપથી સજા આપવામાં આવશે. દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ છે. સમાજમાં સાચી માહિતી પહોંચવી જરૂરી છે. દુષ્કર્મ કેસમાં 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાઇ છે.