Surat: ગણેશ મહોત્સવમાં કમાન્ડોની પિસ્તોલની ચોરી કરનારા ઈસમની ધરપકડ
સુરતમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને 16 સપ્ટેમ્બરના દિવસે ઈદે મિલાદના તહેવારમાં પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરી રહી હતી. કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ હતી આ વખતે શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફામ મગદૂમ નગર રેલવે ગરનાળાની બાજુમાં પીર અબ્દુલ નબીની દરગાહ નજીક એસીપી જે.એ. પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ હતી. તે દિવસે સાંજે 6 વાગ્યાની આસપાસ દરગાહની બહાર મોટા પ્રમાણમાં ખૂબ ભીડ હતી. નસીમ અખ્તર અન્સારી નામના આરોપીએ પિસ્તોલની કરી ચોરી આ દરમિયાન અજાણ્યા વ્યક્તિ દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર રહેલા હોલેસ્ટરમાં રાખવામાં આવેલી કાળા રંગની 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી લીધી હતી. ત્યારે આ બનાવને લઈને કમાન્ડોને જાણકારી મળતા તેમને તાત્કાલિક આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના બનતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતો નસીમ અખ્તર અન્સારીએ પિસ્તોલની ચોરી કરી છે. આરોપી મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને આ દરમિયાન તેના ઘરના કબાટની અંદરથી પોલીસને 10 કારતુસ સાથેની આ પિસ્તોલ મળી આવી. ત્યારબાદ પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતાં આરોપી દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો. એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી. હાલ પોલીસ દ્વારા એક કાળા રંગની પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કરવામાં આવી છે. આ પિસ્તોલની કિંમતની વાત કરીએ તો તે 1 લાખ રૂપિયા અને કારતુસની કિંમત 1,000 હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આરોપી નસીમ અન્સારી સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાઓ પણ નોંધાયા છે અને સીઆરપીસીની કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલા પણ પોલીસે લીધા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને 16 સપ્ટેમ્બરના દિવસે ઈદે મિલાદના તહેવારમાં પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરી રહી હતી.
કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ હતી
આ વખતે શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફામ મગદૂમ નગર રેલવે ગરનાળાની બાજુમાં પીર અબ્દુલ નબીની દરગાહ નજીક એસીપી જે.એ. પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ હતી. તે દિવસે સાંજે 6 વાગ્યાની આસપાસ દરગાહની બહાર મોટા પ્રમાણમાં ખૂબ ભીડ હતી.
નસીમ અખ્તર અન્સારી નામના આરોપીએ પિસ્તોલની કરી ચોરી
આ દરમિયાન અજાણ્યા વ્યક્તિ દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર રહેલા હોલેસ્ટરમાં રાખવામાં આવેલી કાળા રંગની 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી લીધી હતી. ત્યારે આ બનાવને લઈને કમાન્ડોને જાણકારી મળતા તેમને તાત્કાલિક આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના બનતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતો નસીમ અખ્તર અન્સારીએ પિસ્તોલની ચોરી કરી છે.
આરોપી મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો
બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને આ દરમિયાન તેના ઘરના કબાટની અંદરથી પોલીસને 10 કારતુસ સાથેની આ પિસ્તોલ મળી આવી. ત્યારબાદ પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતાં આરોપી દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો.
એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી. હાલ પોલીસ દ્વારા એક કાળા રંગની પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કરવામાં આવી છે. આ પિસ્તોલની કિંમતની વાત કરીએ તો તે 1 લાખ રૂપિયા અને કારતુસની કિંમત 1,000 હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આરોપી નસીમ અન્સારી સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાઓ પણ નોંધાયા છે અને સીઆરપીસીની કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલા પણ પોલીસે લીધા છે.