Surat: કોસ્મેટિક ઓનલાઇન ખરીદી કરતા ચેતજો, ચહેરાનો રંગ બદલાઇ શકે છે!

સુરતમાં નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું કરતા હતા વેચાણ પુણા અને વરાછામાં બનાવતા નકલી કોસ્મેટિક સુરતમાં નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ છે. જેમાં ઓનલાઇન ખરીદી કરતા પહેલા ચેતજો. ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા. પુણા અને વરાછામાં નકલી કોસ્મેટિક બનાવતા હતા. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 9 નમૂના લેવાયા છે. દરોડા દરમિયાન 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા દરમિયાન 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં પુણા અને વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ છે. તેમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી તેમાં આ ખુલાસો થયો છે. શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 9 નમૂના લેવામાં આવ્યા છે. તેમાં રૂપિયા 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તમામ લોકો ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા.રૂ.23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ 9 નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂ.23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડ્યા તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં દવા તથા કોસ્મેટીક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવા તેમજ કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાય.જી.દરજી, નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ.પી.બી.પટેલ મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશનર, સુરત તથા સુરત , ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટીકની ફેકટરીમાં દરોડા પાડ્યા છે. જેમાં (1) સ્મિત એન્ટરપ્રાઇઝ, જી-2, અંડરગ્રાઉંડ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ.4.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

Surat: કોસ્મેટિક ઓનલાઇન ખરીદી કરતા ચેતજો, ચહેરાનો રંગ બદલાઇ શકે છે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ
  • ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું કરતા હતા વેચાણ
  • પુણા અને વરાછામાં બનાવતા નકલી કોસ્મેટિક

સુરતમાં નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ છે. જેમાં ઓનલાઇન ખરીદી કરતા પહેલા ચેતજો. ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા. પુણા અને વરાછામાં નકલી કોસ્મેટિક બનાવતા હતા. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 9 નમૂના લેવાયા છે.

દરોડા દરમિયાન 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા દરમિયાન 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં પુણા અને વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી કોસ્મેટિક બનાવાની ફેકટરી ઝડપાઇ છે. તેમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી તેમાં આ ખુલાસો થયો છે. શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના 9 નમૂના લેવામાં આવ્યા છે. તેમાં રૂપિયા 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તમામ લોકો ઓનલાઇન કોસ્મેટિક ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા.

રૂ.23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ 9 નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂ.23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડ્યા

તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં દવા તથા કોસ્મેટીક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવા તેમજ કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાય.જી.દરજી, નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ.પી.બી.પટેલ મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશનર, સુરત તથા સુરત , ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટીકની ફેકટરીમાં દરોડા પાડ્યા છે. જેમાં (1) સ્મિત એન્ટરપ્રાઇઝ, જી-2, અંડરગ્રાઉંડ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ.4.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.