Surat: ઉમરપાડાનાં જંગલોમાં દેવઘાટ ધોધ ખીલી ઉઠ્યો, પ્રવાસીઓ ઉમટ્યા
સીઝનમાં બીજી વખત ધોધ સોળે કળાએ ખીલ્યો સુરતના ઉમરપાડામાં વરસાદ ધોધમાર વરસ્યો છે સતત વરસાદથી જંગલોનું પાણી દેવઘાટમાં આવે છે સતત વરસી રહેલા વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવી રહ્યું છે. જેથી ધોધ વહેતો થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ઉમરપાડાનાં જંગલોની મધ્યમાં આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલ દેવઘાટ ધોધ ખીલી ઉઠ્યો છે. દર ચોમાસાની ઋતુમાં આ નયનરમ્ય દૃશ્યો નિહાળવા પ્રવાસીઓ આવતા હોય છે. દેવઘાટ ધોધ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે સુરત જિલ્લામાં આવેલ દેવઘાટ ધોધ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. સરકાર દ્વારા વિકાસ કરવામાં આવતાં આ પંથકના ખાસ કરીને ખેતી પર નભતા લોકો માટે રોજગારીની તક ઉભી થઈ છે. જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામમાં દેવઘાટની કાયાકલ્પ થઈ ગઈ છે. આ જંગલમાં દુર્લભ વૃક્ષોની જાત જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં ચારેય તરફ લીલોતરી જોવા મળે છે. સતત વરસાદને પગલે સીઝનમાં બીજી વખત ધોધ વહેતો થતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સીઝનમાં બીજી વખત ધોધ સોળે કળાએ ખીલ્યો
- સુરતના ઉમરપાડામાં વરસાદ ધોધમાર વરસ્યો છે
- સતત વરસાદથી જંગલોનું પાણી દેવઘાટમાં આવે છે
સતત વરસી રહેલા વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવી રહ્યું છે. જેથી ધોધ વહેતો થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.
સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ઉમરપાડાનાં જંગલોની મધ્યમાં આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલ દેવઘાટ ધોધ ખીલી ઉઠ્યો છે. દર ચોમાસાની ઋતુમાં આ નયનરમ્ય દૃશ્યો નિહાળવા પ્રવાસીઓ આવતા હોય છે.
દેવઘાટ ધોધ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે
સુરત જિલ્લામાં આવેલ દેવઘાટ ધોધ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. સરકાર દ્વારા વિકાસ કરવામાં આવતાં આ પંથકના ખાસ કરીને ખેતી પર નભતા લોકો માટે રોજગારીની તક ઉભી થઈ છે. જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામમાં દેવઘાટની કાયાકલ્પ થઈ ગઈ છે. આ જંગલમાં દુર્લભ વૃક્ષોની જાત જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં ચારેય તરફ લીલોતરી જોવા મળે છે. સતત વરસાદને પગલે સીઝનમાં બીજી વખત ધોધ વહેતો થતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે.