Suratમાં SMC સફાઈકર્મીઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ મામલે અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ

Sep 10, 2025 - 00:30
Suratમાં SMC સફાઈકર્મીઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ મામલે અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ અક્ષરવાડી સર્કલ પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ SMCના સફાઈકર્મીઓ અને સ્ટાફે પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી નીલેશ ગાભાણી અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. SMCની મહિલા કર્મચારીઓ સાફ-સફાઈનું કામ કરી રહી હતી તે દરમિયાન નીલેશ ગાભાણી અને અન્ય અસામાજિક તત્વો ત્યાં આવી પહોંચ્યા હતા.

આરોપીઓએ ઉશ્કેરાઈને કર્મચારીઓના સુપરવાઇઝરને માર્યો માર 

તેમણે કર્મચારીઓને કામ કરતા અટકાવીને કહ્યું કે સાફ-સફાઈ ના કરો રોડ બનાવો. જ્યારે મહિલા કર્મચારીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમનું કામ સાફ-સફાઈનું છે અને રોડ સંબંધિત ફરિયાદ માટે ઝોન ઓફિસનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ માત્ર અપશબ્દો બોલવાનું જ શરૂ ન કર્યું પરંતુ જાતિ વિષયક અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. ત્યારબાદ નીલેશ ગાભાણીએ સફાઈ કર્મચારીઓના સુપરવાઇઝરને માર માર્યો હતો.

મહિલા કર્મચારીઓએ સિંગણપોર પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ 

આ ઘટનાથી ભયભીત થયેલા અને નારાજ થયેલા મહિલા કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફ તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકારની ઘટનાઓ સફાઈ જેવા મહત્વપૂર્ણ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓના મનોબળને તોડી નાખે છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડી કાયદાનું પાલન કરાવવું જોઈએ. સમાજના કેટલાક લોકોની આ પ્રકારની વર્તણૂક નિંદનીય છે અને આવા કિસ્સાઓમાં કાયદાનું પાલન કરાવવું અત્યંત આવશ્યક છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0