Suratના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ કેસ, પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ કરી
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે તો સુરતની કોર્ટમાં 11 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે તો આ સમગ્ર ઘટનામાં 15 દિવસમા તપાસ પૂરી કરી હતી.પોલીસે 3000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં ત્રણ આરોપી હતા અને શિવશંકરનું મોત થયું હતુ.96 દસ્તાવેજી પુરાવાના આધારે તહોમતનામું ઘડાયું છે.મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન, રામસજીવન સામે ચાલશે કેસ. બંને નરાધમો સામે ચાર્જફ્રેમ કરાયા સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસે 15 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી,સુરતની કોર્ટમાં 11 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે.આ સમગ્ર ઘટનામાં મેડિકલ અને ડિજિટલ એવિડન્સથી લઈ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટનાં રિપોર્ટ કેસનો આધાર છે.8 ઓકટોબર 2024ના રોજ આ ઘટના બની હતી અને આરોપીઓને ઝડપવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી.જાણો શું હતો કેસ માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં ગત 8 ઓક્ટોબર 2024ના રોજ રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સગીરા સાથે બની હતી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં સગીરા તેના મિત્ર સાથે ઉભી હતી. આ દરમિયાન બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને માર મારીને તેમજ ધમકીઓ આપી સગીરા પર ત્રણેય ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે તો સુરતની કોર્ટમાં 11 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે તો આ સમગ્ર ઘટનામાં 15 દિવસમા તપાસ પૂરી કરી હતી.પોલીસે 3000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં ત્રણ આરોપી હતા અને શિવશંકરનું મોત થયું હતુ.96 દસ્તાવેજી પુરાવાના આધારે તહોમતનામું ઘડાયું છે.મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન, રામસજીવન સામે ચાલશે કેસ.
બંને નરાધમો સામે ચાર્જફ્રેમ કરાયા
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસે 15 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી,સુરતની કોર્ટમાં 11 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે.આ સમગ્ર ઘટનામાં મેડિકલ અને ડિજિટલ એવિડન્સથી લઈ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટનાં રિપોર્ટ કેસનો આધાર છે.8 ઓકટોબર 2024ના રોજ આ ઘટના બની હતી અને આરોપીઓને ઝડપવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી.
જાણો શું હતો કેસ
માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં ગત 8 ઓક્ટોબર 2024ના રોજ રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
સગીરા સાથે બની હતી ઘટના
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં સગીરા તેના મિત્ર સાથે ઉભી હતી. આ દરમિયાન બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને માર મારીને તેમજ ધમકીઓ આપી સગીરા પર ત્રણેય ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા.