Rajkot ગોંડલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજય વધ્યુ, વાહનો પછડાઈ રહ્યાં છે ખાડામાં
સાપર ચોકડી પાસે રસ્તો ખાડામાં શોધવો પડે તેવી સ્થિતિ હાઈવે પર ખાડાઓને લઈ વાહનચાલકોને ભારે પરેશાની તંત્રને ખાડાઓની સમસ્યા દૂર કરવાનો સમય જ નહીં રાજકોટથી ગોંડલ જતા હોય તો જરા સાવચેત રહેજો,કેમેકે આ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે,રસ્તામાં રોડ કે રોડમાં ખાડા તે જ ખબર નથી પડતી,આખો રોડ ખરાબ થઈ ગયો છે,જેના કારણે વાહનચાલકોના વાહનો ખાડામાં પછડાઈ રહ્યાં છે,સાપર ચોકડી પાસે ખાડાને લઈ રોજ અકસ્માતની ઘટના બને છે,તો સ્થાનિકોએ નગરપાલિકા અને હાઈવે ઓથોરીટી સામે આક્રોશ ઠાલવ્યો હતો. આખો રોડ ખાડા વાળા રાજકોટ ગોંડલ હાઈવેની વાત કરવામાં આવે તો આખો રોડ ખાડા વાળો છો,રોડ પર ખાડામાં પાણી ભરાઈ ગયા છે અને કપચી ઉખડી ગઈ છે,ત્યારે વાહનચાલકોનું કહેવું છે કે,આ રોડ છેલ્લા 6 મહિનાથી આવી જ હાલતમાં છે,આ રોડનું કઈ સમારકામ કરવામાં આવતું નથી,જેના કારણે આ તકલીફનો સામનો કરવો પડે છે,વાહન જયારે પછડાય છે ત્યારે વાહનના નીચેના ભાગે નુકસાન થાય છે,ત્યારે તંત્ર તેમની આળસ ખંખેરીને જલદીથી સમારકામ કરે તે જરૂરી બન્યું છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાપર ચોકડી પાસે રસ્તો ખાડામાં શોધવો પડે તેવી સ્થિતિ
- હાઈવે પર ખાડાઓને લઈ વાહનચાલકોને ભારે પરેશાની
- તંત્રને ખાડાઓની સમસ્યા દૂર કરવાનો સમય જ નહીં
રાજકોટથી ગોંડલ જતા હોય તો જરા સાવચેત રહેજો,કેમેકે આ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે,રસ્તામાં રોડ કે રોડમાં ખાડા તે જ ખબર નથી પડતી,આખો રોડ ખરાબ થઈ ગયો છે,જેના કારણે વાહનચાલકોના વાહનો ખાડામાં પછડાઈ રહ્યાં છે,સાપર ચોકડી પાસે ખાડાને લઈ રોજ અકસ્માતની ઘટના બને છે,તો સ્થાનિકોએ નગરપાલિકા અને હાઈવે ઓથોરીટી સામે આક્રોશ ઠાલવ્યો હતો.
આખો રોડ ખાડા વાળા
રાજકોટ ગોંડલ હાઈવેની વાત કરવામાં આવે તો આખો રોડ ખાડા વાળો છો,રોડ પર ખાડામાં પાણી ભરાઈ ગયા છે અને કપચી ઉખડી ગઈ છે,ત્યારે વાહનચાલકોનું કહેવું છે કે,આ રોડ છેલ્લા 6 મહિનાથી આવી જ હાલતમાં છે,આ રોડનું કઈ સમારકામ કરવામાં આવતું નથી,જેના કારણે આ તકલીફનો સામનો કરવો પડે છે,વાહન જયારે પછડાય છે ત્યારે વાહનના નીચેના ભાગે નુકસાન થાય છે,ત્યારે તંત્ર તેમની આળસ ખંખેરીને જલદીથી સમારકામ કરે તે જરૂરી બન્યું છે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.