Rajkot: કોર્ટને સતત 8મી વખત બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળી

Apr 1, 2026 - 02:30
Rajkot: કોર્ટને સતત 8મી વખત બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની 8મી વખત ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. સોમવારે સવારે 11 વાગ્યા આસપાસ મળેલા આ મેઈલમાં 'આઈએસઆઈ' (ISI)ના ઉલ્લેખ સાથે ચેતવણી અપાઈ હતી કે બપોરની ઈસ્લામી નમાજ પહેલા કોર્ટ ખાલી કરી દેવી, અન્યથા બ્લાસ્ટ કરવામાં આવશે.

ધમકી પાછળ તામિલનાડુમાં પોલીસ કોન્સ્ટેબલો પાસે કરાવવામાં આવતી કથિત મજૂરી અને અપમાનજનક સ્થિતિનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મેઈલમાં વર્ષ 1979ના નૈનાર દાસ પોલીસ યુનિયનની ભલામણો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ એસ.ઓ.જી., બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુ.આર.ટી. સહિતની ટીમોએ તાત્કાલિક દોડી જઈ બે કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને ધમકી પોકળ સાબિત થઈ હતી. હાલ સાયબર ક્રાઈમ દ્વારા આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો તેઅંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0