Rajkot News: માર્ચ મહિનામાં જ સૌરાષ્ટ્રના અડધો ડઝન ડેમ ખાલી, 141 ડેમમાં માત્ર 55 ટકા પાણીનો સંગ્રહ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માર્ચ મહિના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રેકોર્ડ તોડ ગરમીનો આરંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં માર્ચની સ્થિતિનીએ 55.53 ટકા પાણી સંગ્રહ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતા આ વર્ષે 9 ટકા ઓછો હોવાનું જાણવા મળ્યું છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ 141 ડેમમાંથી 42 ડેમ ખાલી થવાની સ્થિતિએ પહોચી જતા 99 ડેમ ઉપર મદાર રહ્યો છે. તેમાંય ચાર જિલ્લાના જળાશયોમાં માત્ર 21થી 41 ટકા જ પાણી સંગ્રહ હોવાથી દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો કકળાટ સર્જાવાની ભીતી સર્જાઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાંથી અડધો ડઝન ડેમ તળીયા ઝાટક થઈ ગયા છે. તેમાં વિસાવદરના પ્રેમપરા, કુતિયાણાના અમીપુર, સારન, ધ્રોલના ઉંડ-2, કલ્યાણપુરના સાની, ચોટીલાનો મોરસર ડેમ ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સુત્રોએ એવો દાવો કર્યો હતો કે, સૌરાષ્ટ્રના તમામ પાંચ હજાર ગામડામાંથી મોટા ભાગના ગામડાને સૌની યોજનાના કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કોઈ પાણીની સંકટ નથી.પરંતુ ડેમ ખાલી થઈ જતા તે ચિંતાનો વિષય છે.હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે પરંતુ જો ચોમાસું લાંબુ ખેંચાય તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.

પાણી વિતરણ માટેનું આગોતરૂ આયોજન
હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે પરંતુ જો ચોમાસુ લાંબુ ખેંચાય તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.આ માટે અત્યારથી જ પાણી વિતરણ માટેનું આગોતરૂ આયોજન કરવું આવશ્યક છે. જો કે. ડેમમાંથી કરવામાં આવતી પાણીની સપ્લાય ઓચિંતી બંધ કરવામાં આવે તો મુશ્કેલી પડવાની વકી છે.નવ ડેમમાં માત્ર 10 ટકા જ પાણી છે. તેમાં મોરબીનો ડેમી-3માં 2.50, મુળીનો સબુરીમાં 3.56, કાલાવડનો ફોફોળ-2માં 3.92, ખંભાળીયાનો ગઢકીમાં 5.57, માળીયાહાટીનામાં 6.09, ટંકારાના બંગાવડીમાં 8.87, જસદણના ઈશ્વરીયામાં 9.71, બગસરાના મુંઝીયાસરમાં 10.12, ભેસાણના ઉબેરમાં 10.68 ટકા જ પાણી સંગ્રહ છે. જયારે 17 ડેમમાં 11થી 20 ટકા અને 10 ડેમમાં 21થી30 ટકા પાણી સંગ્રહ હોવાનો દાવો કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

