Rajkot: BAPSના સ્વામિનારાયણ મંદિરને PGVCLની નોટિસ, એક જ પરિસરમાં 5 વીજ કનેક્શન

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા BAPS દ્વારા સંચાલિત સ્‍વામિનારાયણ મંદિર અને પ્રેમવતી ઉપહાર ગૃહમાં વીજ કનેક્શનો સંબંધિત અનેક ગેરરીતીઓ સાથે-સાથે પાર્કિંગની જગ્યા પર ઉપહાર ગૃહ છાત્રાલયનું બાંધકામ કરવાના આક્ષેપ થયા છે. આ અંગે કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા સંજય લાખાણીએ ચેરીટી કમિશ્રર અને PGVCLના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી તપાસની માગણી કરી છે. સાથોસાથ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ વિભાગમાં પણ ઉપહાર ગૃહના બાંધકામ સંબંધી વિગતો માંગવામાં આવી છે. જેમાં અનેક વિસંગતતાઓ જોવા મળી છે. મંદિર પરિસરની અંદર કનેક્શનોની ફાળવણી ગેરકાયદે હોવા અંગે સંજય લાખાણીએ જણાવ્‍યું હતું કે, તા.10-10-2024ના PGVCLના MD પ્રિતી અગ્રવાલને પત્ર દ્વારા ઉપરોકત સંસ્‍થામાં GEBના 5-5 કનેકશનો હોવાની જાણ કરી હતી. આ મીટર પૈકીના 4 મીટર જનરલ લાઇટીંગ કેટેગરીના અને 1 કનેકશન LDMD એટલે કે કોમર્શીયલ તરીકે ઇસ્‍યુ કરવામાં આવ્‍યું છે. કોઇપણ એક પરિસરની અંદર એકથી વધારે કનેકશન આપવાની જોગવાઇ ન હોવાથી આ કનેક્શનોની ફાળવણી ગેરકાયદે હોવાનું સ્‍પષ્‍ટ જણાય છે. જેથી યોગ્‍ય પગલા લેવાવા જોઇએ એવી માગણી કરી હતી. એપ્રુવ પ્લાન મુજબ બાંધકામ થયેલ નથી કનેક્શનની ફાળવણી નિયમ મુજબ હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો ત્‍યારબાદ કોઇપણ જાતની કાર્યવાહી ન થતા તા.14 ઓકટોબરના બીજો પત્ર લખી પાંચ પૈકી 3 કનેકશન એક વ્‍યકિતના નામે હોવાની અને તેનો વપરાશ કોમર્શીયલ હેતુ માટે થતો હોવા છતાં આ કનેકશનનો ચાર્જ જનરલ કનેકશન તરીકે વસૂલાતો હોવાની બિલ સાથે માહિતી આપી હતી. આ સંદર્ભે જવાબદાર અધિકારીએ બીજા અધિકારીઓને રજૂઆત કરવા જણાવતા તે મુજબ જુદા-જુદા અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ, તેઓએ રેકોર્ડ તપાસી તા.11-11-2024ના કનેકશનની ફાળવણી નિયમ મુજબ હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો હતો. હકિકતે સરકારી સરક્યુલર અને ગેજેટમાં એક જ પરિસરમાં એકથી વધુ કનેકશન આપવાની જોગવાઇ નથી એવું સ્‍પષ્‍ટ થાય છે. જે તા.13- 11- 2024ના જુદા-જુદા સરક્યુલર અને એપ્રુવ પ્‍લાનની કોપી સાથે જણાવ્‍યું હતું. તેની તપાસ ચાલુ હોવાનું જણાવાય છે. નિયમોનુસાર ચેરિટી કમિશનરમાં જાણ કરવાની રહે છે આ ઉપરાંત ટ્રસ્‍ટના નેજા તળે કોમર્શીયલ પ્રવૃતિ પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટમાં થઇ રહી છે છતાં PGVCL તથા સરકારી તંત્રમાં છાત્રાઓને જમાડવા માટે અહીં રસોડુ ચાલતુ હોવાનું દર્શાવાયું છે. અહીં જનરલ પબ્‍લિકને પણ પૈસા લઇ જમાડવામાં આવે છે અને તેનું ફૂડ લાયસન્‍સ RMCમાંથી પ્રેમવતી ઉપહાર ગૃહના નામથી લેવાયું છે. જ્યારે ઓથોરાઇઝડ પ્રીમાયસીસ તરીકે ભાવેશ અશોકભાઇ કોટકનું નામ લાયસન્‍સમાં દર્શાવાયેલું છે. કોઇપણ ટ્રસ્‍ટની સંસ્‍થા હોય તેઓએ પેટા કોન્‍ટ્રાકટ અથવા ભાડા પેટે મિલ્‍કત ચલાવવા આપેલ હોય તો તે અંગે નિયમોનુસાર ચેરિટી કમિશનરમાં જાણ કરવાની રહે છે. GST અને ઇન્‍કમટેકસની ટેકસની ગેરરિતી થતી હોવાનું જણાવ્યું આ મુદ્દે ચેરિટી કમિશનરની ઓફિસમાં તપાસ કરતા પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટ નામની કોઇ સંસ્‍થા દફતરે નોંધાઇ નહિ હોવાનું જાણવા મળ્‍યું છે. વિશેષ તપાસમાં આ સંસ્‍થા બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્‍વામિનારાયણ સંસ્‍થાના નામથી એ-2500 અમદાવાદમાં નોંધાઇ છે. નવાઇની વાત એ છે કે તેઓ રાજકોટમાં પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટના નામથી વેપાર કરે છે અને તે નામે GST નંબર ધરાવે છે. જ્યારે સંસ્‍થા બીજા નામે રજીસ્‍ટર્ડ હોય બિલ બીજા નામે બનતું હોવાનું જણાય છે. જે તપાસનો વિષય છે. આ મંદિર અને સંસ્‍થામાં GST અને ઇન્‍કમટેકસની ટેકસની ગેરરિતી થતી હોવાનું સંજય લાખાણીએ જણાવ્‍યું છે. પરિસરની જગ્યામાં એકથી વધુ વીજ જોડાણ કેવી રીતે? વધુમાં લાખાણીએ જણાવ્યું હતું કે, પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ જે જગ્‍યાએ ઉભુ થયું છે, તે જગ્‍યા RMCના રેકોર્ડ મુજબ પાર્કિંગ તરીકે દર્શાવાયેલી છે. આ અંગે ટીપી શાખામાં રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરોક્ત મુદ્દે જુદા-જુદા વિભાગો દ્વારા યોગ્‍ય પગલા લેવામાં આવે તે જરૂરી છે.

Rajkot: BAPSના સ્વામિનારાયણ મંદિરને PGVCLની નોટિસ, એક જ પરિસરમાં 5 વીજ કનેક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા BAPS દ્વારા સંચાલિત સ્‍વામિનારાયણ મંદિર અને પ્રેમવતી ઉપહાર ગૃહમાં વીજ કનેક્શનો સંબંધિત અનેક ગેરરીતીઓ સાથે-સાથે પાર્કિંગની જગ્યા પર ઉપહાર ગૃહ છાત્રાલયનું બાંધકામ કરવાના આક્ષેપ થયા છે. આ અંગે કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા સંજય લાખાણીએ ચેરીટી કમિશ્રર અને PGVCLના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી તપાસની માગણી કરી છે. સાથોસાથ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ વિભાગમાં પણ ઉપહાર ગૃહના બાંધકામ સંબંધી વિગતો માંગવામાં આવી છે. જેમાં અનેક વિસંગતતાઓ જોવા મળી છે.


મંદિર પરિસરની અંદર કનેક્શનોની ફાળવણી ગેરકાયદે હોવા અંગે સંજય લાખાણીએ જણાવ્‍યું હતું કે, તા.10-10-2024ના PGVCLના MD પ્રિતી અગ્રવાલને પત્ર દ્વારા ઉપરોકત સંસ્‍થામાં GEBના 5-5 કનેકશનો હોવાની જાણ કરી હતી. આ મીટર પૈકીના 4 મીટર જનરલ લાઇટીંગ કેટેગરીના અને 1 કનેકશન LDMD એટલે કે કોમર્શીયલ તરીકે ઇસ્‍યુ કરવામાં આવ્‍યું છે. કોઇપણ એક પરિસરની અંદર એકથી વધારે કનેકશન આપવાની જોગવાઇ ન હોવાથી આ કનેક્શનોની ફાળવણી ગેરકાયદે હોવાનું સ્‍પષ્‍ટ જણાય છે. જેથી યોગ્‍ય પગલા લેવાવા જોઇએ એવી માગણી કરી હતી.

એપ્રુવ પ્લાન મુજબ બાંધકામ થયેલ નથી

કનેક્શનની ફાળવણી નિયમ મુજબ હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો ત્‍યારબાદ કોઇપણ જાતની કાર્યવાહી ન થતા તા.14 ઓકટોબરના બીજો પત્ર લખી પાંચ પૈકી 3 કનેકશન એક વ્‍યકિતના નામે હોવાની અને તેનો વપરાશ કોમર્શીયલ હેતુ માટે થતો હોવા છતાં આ કનેકશનનો ચાર્જ જનરલ કનેકશન તરીકે વસૂલાતો હોવાની બિલ સાથે માહિતી આપી હતી. આ સંદર્ભે જવાબદાર અધિકારીએ બીજા અધિકારીઓને રજૂઆત કરવા જણાવતા તે મુજબ જુદા-જુદા અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ, તેઓએ રેકોર્ડ તપાસી તા.11-11-2024ના કનેકશનની ફાળવણી નિયમ મુજબ હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો હતો. હકિકતે સરકારી સરક્યુલર અને ગેજેટમાં એક જ પરિસરમાં એકથી વધુ કનેકશન આપવાની જોગવાઇ નથી એવું સ્‍પષ્‍ટ થાય છે. જે તા.13- 11- 2024ના જુદા-જુદા સરક્યુલર અને એપ્રુવ પ્‍લાનની કોપી સાથે જણાવ્‍યું હતું. તેની તપાસ ચાલુ હોવાનું જણાવાય છે.

નિયમોનુસાર ચેરિટી કમિશનરમાં જાણ કરવાની રહે છે આ ઉપરાંત ટ્રસ્‍ટના નેજા તળે કોમર્શીયલ પ્રવૃતિ પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટમાં થઇ રહી છે છતાં PGVCL તથા સરકારી તંત્રમાં છાત્રાઓને જમાડવા માટે અહીં રસોડુ ચાલતુ હોવાનું દર્શાવાયું છે. અહીં જનરલ પબ્‍લિકને પણ પૈસા લઇ જમાડવામાં આવે છે અને તેનું ફૂડ લાયસન્‍સ RMCમાંથી પ્રેમવતી ઉપહાર ગૃહના નામથી લેવાયું છે. જ્યારે ઓથોરાઇઝડ પ્રીમાયસીસ તરીકે ભાવેશ અશોકભાઇ કોટકનું નામ લાયસન્‍સમાં દર્શાવાયેલું છે. કોઇપણ ટ્રસ્‍ટની સંસ્‍થા હોય તેઓએ પેટા કોન્‍ટ્રાકટ અથવા ભાડા પેટે મિલ્‍કત ચલાવવા આપેલ હોય તો તે અંગે નિયમોનુસાર ચેરિટી કમિશનરમાં જાણ કરવાની રહે છે.

GST અને ઇન્‍કમટેકસની ટેકસની ગેરરિતી થતી હોવાનું જણાવ્યું

આ મુદ્દે ચેરિટી કમિશનરની ઓફિસમાં તપાસ કરતા પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટ નામની કોઇ સંસ્‍થા દફતરે નોંધાઇ નહિ હોવાનું જાણવા મળ્‍યું છે. વિશેષ તપાસમાં આ સંસ્‍થા બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્‍વામિનારાયણ સંસ્‍થાના નામથી એ-2500 અમદાવાદમાં નોંધાઇ છે. નવાઇની વાત એ છે કે તેઓ રાજકોટમાં પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટના નામથી વેપાર કરે છે અને તે નામે GST નંબર ધરાવે છે. જ્યારે સંસ્‍થા બીજા નામે રજીસ્‍ટર્ડ હોય બિલ બીજા નામે બનતું હોવાનું જણાય છે. જે તપાસનો વિષય છે. આ મંદિર અને સંસ્‍થામાં GST અને ઇન્‍કમટેકસની ટેકસની ગેરરિતી થતી હોવાનું સંજય લાખાણીએ જણાવ્‍યું છે.

પરિસરની જગ્યામાં એકથી વધુ વીજ જોડાણ કેવી રીતે?

વધુમાં લાખાણીએ જણાવ્યું હતું કે, પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ જે જગ્‍યાએ ઉભુ થયું છે, તે જગ્‍યા RMCના રેકોર્ડ મુજબ પાર્કિંગ તરીકે દર્શાવાયેલી છે. આ અંગે ટીપી શાખામાં રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરોક્ત મુદ્દે જુદા-જુદા વિભાગો દ્વારા યોગ્‍ય પગલા લેવામાં આવે તે જરૂરી છે.