Rajkot: મ્યુનિસિપલ કમિશનરની 1,800 પાનાની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી અદાલતના હુકમના પાલનના અનુસંધાનમાં લેવાયેલા પગલાં તેમ જ અગ્નિકાંડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર સંબધી શું પગલાં લેવાયા તેને લઇને મ્યુનિસિપલ કમિશનર પાસેથી જવાબ માંગ્યો હતો. વર્ષ 2022માં ફાયરસેફ્ટીના નિયમોના પાલન માટે ખાતરી અપાયા છતાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બની હોવાથી હાઇકોર્ટના આદેશોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ. કમિશન તરફ્થી રજૂ થયેલી 1800 પાનાની એફિડેવિટ નકારી કાઢયું હતું અને નવેસરથી ખુલાસા સાથેની એફિડેવીટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલાં ફાયરસેફ્ટીના હુકમો સંદર્ભે યોગ્ય કામગીરીની અદાલત સમક્ષ ખાતરી આપવા છતાં ફ્રજમાં બેદરકારી દાખવી છે, તેથી તેમને નોટિસ જારી કરવામાં આવે છે. એક બાજુ તંત્રમાં આટલા બધા છીંડા છે અને તેની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઇએ. તમે ભૂલ સ્વીકારવાને બદલે ઉલ્ટાનું તમારી કામગીરીને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કરો છો. દરમ્યાન અરજદાર એડવોકેટ અમિત પંચાલે અદાલત સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી કે, ફેબ્રુઆરી-2022માં ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટ સમક્ષ થયેલી પીઆઇએલમાં ખુદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફ્થી ખાતરી અપાઇ હતી કે, તમામ બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટીના નિયમો અને જોગવાઇનું પાલન કરાશે અને જરૂરી ઇન્સ્પેકશન, ફાયર એનઓસી બધુ ચકાસ્યા બાદ જ બીયુ પરમીશન અપાશે. પરંતુ આ હુકમનું જ પાલન થયુ નથી અને તેના કારણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની કરૂણ દુર્ઘટના સર્જાઇ. તેથી મ્યુનિસિપલ કમિશનરે પોતાના તરફ્થી અપાયેલી બાંહેધરી અને હાઇકોર્ટના હુકમનું પાલન નહી કર્યુ હોવાથી તેમની વિરૂદ્ધ અદાલતી તિરસ્કારના પગલાં લેવાવા જોઇએ. રાજકોટ ગેમિંગ ઝોન અસ્તિત્વમાં આવ્યું અને દુર્ઘટના બની તે સમયગાળામાં અમિત અરોરા, આનંદ પટેલ અને ઉદિત અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ.કમિશનર પાસેથી જવાબ માંગી કેસની વધુ સુનાવણી તા.27મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિએ કમિશનરોને બચાવવાનું કામ કર્યું છે : કોર્ટ ચીફ્ જસ્ટિસે હાઇકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલા ફેક્ટ ફઇન્ડિંગ કમીટીનો રિપોર્ટ ધ્યાનમાં લીધો ન હતો. આ રિપોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારીમાંથી બચાવવામાં આવ્યા હતા કારણ કે, તેમના તાબાના અધિકારીઓએ ગેમીંગ ઝોન બાબતે તેમને માહિતી આપી નહોતી. પરંતુ ચીફ્ જસ્ટિસે આજે સ્પષ્ટ કર્યું કે, અમે કમીટીનો આ રિપોર્ટ ધ્યાનમાં લઇશું નહી કારણ કે, તેઓએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ હાઇકોર્ટ સમક્ષ અપાયેલી સોંગદ પર અપાયેલી ખાતરી બાબતે કોઇ ફેડ પાડયો નથી. અધિકારીઓ કોર્ટને ગેરમાર્ગે દોરતા ભ્રમિત સોગંદનામા રજૂ કરે છે : ચીફ જસ્ટિસ કોર્ટે આકરા વલણ સાથે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશોની વારંવાર અવગણના કરવામાં આવે છે. અધિકારીઓ અદાલતને ગેરમાર્ગે દોરતી ભ્રમિત સોગંદનામાં રજૂ કરે છે. આ બનાવ એટલા માટે બન્યો કે, તંત્ર પર અંકુશ નથી. જો તેઓ પોતાની ફ્રજ ગંભીરતાથી બજાવવામાં નિષ્ફ્ળ રહ્યા હોય તો તે દોષિત જ ગણાય. મ્યુનિસિપલ કમિશનર અજાણ હોવાના દાવા કરી ન શકે ખંડપીઠે જણાવ્યું કે, અમદાવાદમાં શ્રોય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે નિર્દેશો આપ્યા હતા, એનું પાલન કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે એફ્ડિેવિટ કરી હતી. એમાં કાયમી અને હંગામી બાંધકામને લગતા નિયમોની પણ વાત હતી. એનાં બે વર્ષ બાદ રાજકોટમાં આ આગની દુર્ઘટના બની છે. તો હવે મ્યુનિસપિલ કમિશનર પોતે કંઈ જાણતા નથી એમ કહીને છટકી શકે નહીં. કમિશનરની જવાબદારી સુપરવિઝન કરવાની છે. આ પ્રકારના સોગંદનામા વાંચી કોર્ટ ત્રાસી ગઈ છે ચીફ જસ્ટીસની ખંડપીઠે જણાવ્યુ હતું કે આ ઘટના બાદ જે કમિટી બની તેણે પણ ટાઉન પ્લાનિંગ વિભાગનો જ વાંક કાઢયો છે. આવી એફ્ડિેવિટથી હવે હાઈકોર્ટ ત્રાસી ગઈ છે. હાઈકોર્ટે તમારાં બધાં કામ ના જોઈ શકે. જો તમે કામ કર્યું જ હોત તો આવી ઘટના બનત નહિ. જો કોઈએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસપિલ કમિશનરને ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી અંગે પૂરતી માહિતી ના આપી હોય તો શા માટે તેમણે હાઈકોર્ટમાં એફ્ડિેવિટ કરી?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી અદાલતના હુકમના પાલનના અનુસંધાનમાં લેવાયેલા પગલાં તેમ જ અગ્નિકાંડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર સંબધી શું પગલાં લેવાયા તેને લઇને મ્યુનિસિપલ કમિશનર પાસેથી જવાબ માંગ્યો હતો.
વર્ષ 2022માં ફાયરસેફ્ટીના નિયમોના પાલન માટે ખાતરી અપાયા છતાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બની હોવાથી હાઇકોર્ટના આદેશોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ. કમિશન તરફ્થી રજૂ થયેલી 1800 પાનાની એફિડેવિટ નકારી કાઢયું હતું અને નવેસરથી ખુલાસા સાથેની એફિડેવીટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલાં ફાયરસેફ્ટીના હુકમો સંદર્ભે યોગ્ય કામગીરીની અદાલત સમક્ષ ખાતરી આપવા છતાં ફ્રજમાં બેદરકારી દાખવી છે, તેથી તેમને નોટિસ જારી કરવામાં આવે છે. એક બાજુ તંત્રમાં આટલા બધા છીંડા છે અને તેની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઇએ. તમે ભૂલ સ્વીકારવાને બદલે ઉલ્ટાનું તમારી કામગીરીને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કરો છો. દરમ્યાન અરજદાર એડવોકેટ અમિત પંચાલે અદાલત સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી કે, ફેબ્રુઆરી-2022માં ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટ સમક્ષ થયેલી પીઆઇએલમાં ખુદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફ્થી ખાતરી અપાઇ હતી કે, તમામ બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટીના નિયમો અને જોગવાઇનું પાલન કરાશે અને જરૂરી ઇન્સ્પેકશન, ફાયર એનઓસી બધુ ચકાસ્યા બાદ જ બીયુ પરમીશન અપાશે. પરંતુ આ હુકમનું જ પાલન થયુ નથી અને તેના કારણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની કરૂણ દુર્ઘટના સર્જાઇ. તેથી મ્યુનિસિપલ કમિશનરે પોતાના તરફ્થી અપાયેલી બાંહેધરી અને હાઇકોર્ટના હુકમનું પાલન નહી કર્યુ હોવાથી તેમની વિરૂદ્ધ અદાલતી તિરસ્કારના પગલાં લેવાવા જોઇએ. રાજકોટ ગેમિંગ ઝોન અસ્તિત્વમાં આવ્યું અને દુર્ઘટના બની તે સમયગાળામાં અમિત અરોરા, આનંદ પટેલ અને ઉદિત અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ.કમિશનર પાસેથી જવાબ માંગી કેસની વધુ સુનાવણી તા.27મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી.
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિએ કમિશનરોને બચાવવાનું કામ કર્યું છે : કોર્ટ
ચીફ્ જસ્ટિસે હાઇકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલા ફેક્ટ ફઇન્ડિંગ કમીટીનો રિપોર્ટ ધ્યાનમાં લીધો ન હતો. આ રિપોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારીમાંથી બચાવવામાં આવ્યા હતા કારણ કે, તેમના તાબાના અધિકારીઓએ ગેમીંગ ઝોન બાબતે તેમને માહિતી આપી નહોતી. પરંતુ ચીફ્ જસ્ટિસે આજે સ્પષ્ટ કર્યું કે, અમે કમીટીનો આ રિપોર્ટ ધ્યાનમાં લઇશું નહી કારણ કે, તેઓએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ હાઇકોર્ટ સમક્ષ અપાયેલી સોંગદ પર અપાયેલી ખાતરી બાબતે કોઇ ફેડ પાડયો નથી.
અધિકારીઓ કોર્ટને ગેરમાર્ગે દોરતા ભ્રમિત સોગંદનામા રજૂ કરે છે : ચીફ જસ્ટિસ
કોર્ટે આકરા વલણ સાથે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશોની વારંવાર અવગણના કરવામાં આવે છે. અધિકારીઓ અદાલતને ગેરમાર્ગે દોરતી ભ્રમિત સોગંદનામાં રજૂ કરે છે. આ બનાવ એટલા માટે બન્યો કે, તંત્ર પર અંકુશ નથી. જો તેઓ પોતાની ફ્રજ ગંભીરતાથી બજાવવામાં નિષ્ફ્ળ રહ્યા હોય તો તે દોષિત જ ગણાય.
મ્યુનિસિપલ કમિશનર અજાણ હોવાના દાવા કરી ન શકે ખંડપીઠે જણાવ્યું કે, અમદાવાદમાં શ્રોય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે નિર્દેશો આપ્યા હતા, એનું પાલન કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે એફ્ડિેવિટ કરી હતી. એમાં કાયમી અને હંગામી બાંધકામને લગતા નિયમોની પણ વાત હતી. એનાં બે વર્ષ બાદ રાજકોટમાં આ આગની દુર્ઘટના બની છે. તો હવે મ્યુનિસપિલ કમિશનર પોતે કંઈ જાણતા નથી એમ કહીને છટકી શકે નહીં. કમિશનરની જવાબદારી સુપરવિઝન કરવાની છે.
આ પ્રકારના સોગંદનામા વાંચી કોર્ટ ત્રાસી ગઈ છે
ચીફ જસ્ટીસની ખંડપીઠે જણાવ્યુ હતું કે આ ઘટના બાદ જે કમિટી બની તેણે પણ ટાઉન પ્લાનિંગ વિભાગનો જ વાંક કાઢયો છે. આવી એફ્ડિેવિટથી હવે હાઈકોર્ટ ત્રાસી ગઈ છે. હાઈકોર્ટે તમારાં બધાં કામ ના જોઈ શકે. જો તમે કામ કર્યું જ હોત તો આવી ઘટના બનત નહિ. જો કોઈએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસપિલ કમિશનરને ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી અંગે પૂરતી માહિતી ના આપી હોય તો શા માટે તેમણે હાઈકોર્ટમાં એફ્ડિેવિટ કરી?