Rajkot: ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સજાથી બચવા બનાવ્યો પ્લાન

ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી  હાઇકોર્ટમાં ગણેશ જાડેજાના રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સજાથી બચવા માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેમાં ખૂબ જ ચર્ચામાં રહેતા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામેની ફરિયાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી લઇ લીધી છે. આ કેસમાં પોલીસ દ્વારા 4500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હાઇકોર્ટમાં ગણેશ જાડેજાના રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી છે. ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે હવે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે કારણ કે જો જામીન અરજી રદ થાય તો ગણેશની મુશ્કેલીઓ વધી શકે છે. તેથી ગણેશ જાડેજા હવે જેલમાંથી છુટવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી જામીન મેળવી શકે તેવો પ્લાન છે તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. ઘટનાની બાબત વિશે વાત કરીએ તો ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના સાથિઓ સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુના નોંધાયા છે. વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી 30મી મેની સાંજે જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ લાવી તેને નગ્ન કરીને માર મારી વીડિયો બનાવ્યો હતો. જે બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે મૂકી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેમજ તે વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી હતી. ગણેશ જાડેજા સામે નોંધવામાં આવેલી ફરિયાદી તરીકે રાજુ સોલંકી છે. જેમાં રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં રાજુ સોલંકી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજુ સોલંકી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાના કિસ્સામાં પીડિત સંજય સોલંકીના પિતા છે. રાજુ સોલંકી સહિત કુલ પાંચ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાના કેસના ફરિયાદી રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. હાલ તેમને સુરતની જલાલપોર જેલમાં રાખવામાં આવ્યા છે.

Rajkot: ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સજાથી બચવા બનાવ્યો પ્લાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે
  • વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી
  •  હાઇકોર્ટમાં ગણેશ જાડેજાના રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સજાથી બચવા માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેમાં ખૂબ જ ચર્ચામાં રહેતા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામેની ફરિયાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી લઇ લીધી છે. આ કેસમાં પોલીસ દ્વારા 4500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હાઇકોર્ટમાં ગણેશ જાડેજાના રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી છે.

ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે

હવે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે કારણ કે જો જામીન અરજી રદ થાય તો ગણેશની મુશ્કેલીઓ વધી શકે છે. તેથી ગણેશ જાડેજા હવે જેલમાંથી છુટવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી જામીન મેળવી શકે તેવો પ્લાન છે તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. ઘટનાની બાબત વિશે વાત કરીએ તો ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના સાથિઓ સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુના નોંધાયા છે.

વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી

30મી મેની સાંજે જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ લાવી તેને નગ્ન કરીને માર મારી વીડિયો બનાવ્યો હતો. જે બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે મૂકી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેમજ તે વીડિયો વાયરલ કરવાની ધમકી પણ NSUIના પ્રમુખ સંજય સોલંકીને આપી હતી. ગણેશ જાડેજા સામે નોંધવામાં આવેલી ફરિયાદી તરીકે રાજુ સોલંકી છે. જેમાં રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં રાજુ સોલંકી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજુ સોલંકી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાના કિસ્સામાં પીડિત સંજય સોલંકીના પિતા છે. રાજુ સોલંકી સહિત કુલ પાંચ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાના કેસના ફરિયાદી રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. હાલ તેમને સુરતની જલાલપોર જેલમાં રાખવામાં આવ્યા છે.