Rajkotમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ, પીધેલી હાલતમાં આવી 2 શખ્સોએ કરી મારામારી

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને શહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે આ દરમિયાન હોટલમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.હું પોલીસ હેડ ક્વાર્ટરમાં રહું છું કહીને હોટલમાં રજિસ્ટર માગ્યું હતું અને દાદાગીરી કરવા લાગ્યા શહેરની હોટલ વ્રજ રેસકૉર્સમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. પીધેલી હાલતમાં આવીને 2 શખ્સોએ મારામારી કરી હતી. હોટેલના રીસેપ્સનિસ્ટ સાથે મારામારી કરી હતી અને કહ્યું હતું કે હું પોલીસ હેડ ક્વાર્ટરમાં રહું છું કહી રજિસ્ટર માગ્યું હતું અને દાદાગીરી કરવા લાગ્યા હતા. આ દરમિયાન હોટલમાં બેઠેલા અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને તમને જણાવી દઈએ કે બ્લેક કલરની કારમાં પીધેલી હાલતમાં આ બંને શખ્સો આવ્યા હતા અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ભાવનગર શહેરમાં એક યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો ત્યારે ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. સામાન્ય બાબતે એક યુવાનને 4થી વધુ શખ્સોએ ભેગા મળી ઢોર માર માર્યો હતો. જો કે સમગ્ર ઘટના અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વીડિયોના આધારે અસામાજિક તત્વોને શોધવા કવાયત હાથ ધરી છે. વડોદરાની પારૂલ યુનિવર્સિટી બહાર છૂટા હાથની મારામારી ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. શહેરની પારૂલ યુનિવર્સિટીના ગેટ બહાર યુનિવર્સિટીના વિદ્યાથીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. TRB જવાનો દ્વારા વિદ્યાર્થીઓને છોડાવવામાં આવ્યા હતા. મારામારીમાં વિદ્યાર્થીને ઈજાઓ થતાં સારવાર અર્થે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ બાબતે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Rajkotમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ, પીધેલી હાલતમાં આવી 2 શખ્સોએ કરી મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને શહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે આ દરમિયાન હોટલમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

હું પોલીસ હેડ ક્વાર્ટરમાં રહું છું કહીને હોટલમાં રજિસ્ટર માગ્યું હતું અને દાદાગીરી કરવા લાગ્યા

શહેરની હોટલ વ્રજ રેસકૉર્સમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. પીધેલી હાલતમાં આવીને 2 શખ્સોએ મારામારી કરી હતી. હોટેલના રીસેપ્સનિસ્ટ સાથે મારામારી કરી હતી અને કહ્યું હતું કે હું પોલીસ હેડ ક્વાર્ટરમાં રહું છું કહી રજિસ્ટર માગ્યું હતું અને દાદાગીરી કરવા લાગ્યા હતા. આ દરમિયાન હોટલમાં બેઠેલા અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને તમને જણાવી દઈએ કે બ્લેક કલરની કારમાં પીધેલી હાલતમાં આ બંને શખ્સો આવ્યા હતા અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ભાવનગર શહેરમાં એક યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો

ત્યારે ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. સામાન્ય બાબતે એક યુવાનને 4થી વધુ શખ્સોએ ભેગા મળી ઢોર માર માર્યો હતો. જો કે સમગ્ર ઘટના અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વીડિયોના આધારે અસામાજિક તત્વોને શોધવા કવાયત હાથ ધરી છે.

વડોદરાની પારૂલ યુનિવર્સિટી બહાર છૂટા હાથની મારામારી

ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. શહેરની પારૂલ યુનિવર્સિટીના ગેટ બહાર યુનિવર્સિટીના વિદ્યાથીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. TRB જવાનો દ્વારા વિદ્યાર્થીઓને છોડાવવામાં આવ્યા હતા. મારામારીમાં વિદ્યાર્થીને ઈજાઓ થતાં સારવાર અર્થે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ બાબતે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.