Rajkotમાં રફતારના રાક્ષસ બન્યા બેફામ, રેન્જ રોવર કાર ચઢાવી ફૂટપાથ પર

રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે,વહેલી સવારે કાર સર્કલ ઉપર ચઢાવી દીધી હતી જેને લઈ મોર્નિગ વોક કરનારા લોકમાં ભયનો માહોલ સર્જાયો હતો,પોલીસ હેડ કવાર્ટર નજીક આ ઘટના બની હતી અને નંબર પ્લેટ વિનાની કાર હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.પોલીસે હાલમાં કોઈ ગુનો નોંધ્યો નથી પણ કારના નંબર ચેસીસના આધારે વધુ તપાસ હાથધરી છે. વહેલી સવારે કાર સર્કલ ઉપર ચઢાવી દીધી પોલીસ હેડ કવાર્ટર નજીક વહેલી સવારે કાર ફૂટપાથ પર ચઢાવી દીધી હોવાની વાત સામે આવી છે.નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જતા પોલીસ પણ ધંધે લાગી છે કાર ફુલ સ્પીડમાં હતી અને ધડાકાભેર ફૂટપાથ પર ચઢી હતી જેને લઈ મોર્નિંગ વોક કરનારાઓમાં પણ દોડધામ મચી હતી,લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા અને પોલીસને જાણ કરી હતી,આવા નબીરાઓ અકસ્માત કરીને અને બેફામ વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. પોલીસ પહોંચી ઘટના સ્થળે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો અને રેન્જ રોવર કારના ચાલકે આ અકસ્માત સર્જયો હતો,કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,મહત્વનની વાત તો એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતું અકસ્માત સર્જનાર કોણ છે તેની કોઈ માહિતી સામે આવી નથી,પોલીસ આ કેસમાં ગુનો નોંધે છે કે નહી તે મહત્વનું રહેશે,જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત એ સવાલ સૌને સતાવી રહ્યો છે,આવા બેફામ નબીરાઓને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. રાજકોટ પોલીસે ફટકાર્યો દંડ રાજકોટમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવી છે. ત્યોર વર્ષ 2024માં જ અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે બ્લેક સ્પોટ ડ્રાઈવનું આયોજન કરી હેલ્મેટ ન પહેરતા ઓવરસ્પીડમાં ચાલતા સીટબેલ્ટ વગરના, કાળાકાચ વાળા વિગેરે જેવા વાહન ચાલકો વિરુદ્ધ કુલ 26269 કેસ કરી રૂ. 1,04,73,550નો દંડ ફટકારાયો હતો.  

Rajkotમાં રફતારના રાક્ષસ બન્યા બેફામ, રેન્જ રોવર કાર ચઢાવી ફૂટપાથ પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે,વહેલી સવારે કાર સર્કલ ઉપર ચઢાવી દીધી હતી જેને લઈ મોર્નિગ વોક કરનારા લોકમાં ભયનો માહોલ સર્જાયો હતો,પોલીસ હેડ કવાર્ટર નજીક આ ઘટના બની હતી અને નંબર પ્લેટ વિનાની કાર હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.પોલીસે હાલમાં કોઈ ગુનો નોંધ્યો નથી પણ કારના નંબર ચેસીસના આધારે વધુ તપાસ હાથધરી છે.

વહેલી સવારે કાર સર્કલ ઉપર ચઢાવી દીધી

પોલીસ હેડ કવાર્ટર નજીક વહેલી સવારે કાર ફૂટપાથ પર ચઢાવી દીધી હોવાની વાત સામે આવી છે.નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જતા પોલીસ પણ ધંધે લાગી છે કાર ફુલ સ્પીડમાં હતી અને ધડાકાભેર ફૂટપાથ પર ચઢી હતી જેને લઈ મોર્નિંગ વોક કરનારાઓમાં પણ દોડધામ મચી હતી,લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા અને પોલીસને જાણ કરી હતી,આવા નબીરાઓ અકસ્માત કરીને અને બેફામ વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે.

પોલીસ પહોંચી ઘટના સ્થળે

વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો અને રેન્જ રોવર કારના ચાલકે આ અકસ્માત સર્જયો હતો,કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,મહત્વનની વાત તો એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતું અકસ્માત સર્જનાર કોણ છે તેની કોઈ માહિતી સામે આવી નથી,પોલીસ આ કેસમાં ગુનો નોંધે છે કે નહી તે મહત્વનું રહેશે,જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત એ સવાલ સૌને સતાવી રહ્યો છે,આવા બેફામ નબીરાઓને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે.

રાજકોટ પોલીસે ફટકાર્યો દંડ

રાજકોટમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવી છે. ત્યોર વર્ષ 2024માં જ અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે બ્લેક સ્પોટ ડ્રાઈવનું આયોજન કરી હેલ્મેટ ન પહેરતા ઓવરસ્પીડમાં ચાલતા સીટબેલ્ટ વગરના, કાળાકાચ વાળા વિગેરે જેવા વાહન ચાલકો વિરુદ્ધ કુલ 26269 કેસ કરી રૂ. 1,04,73,550નો દંડ ફટકારાયો હતો.