Rajkotના ડેપ્યુટી મેયર પર સન્ની પાજી નામના આરોપીએ કર્યો છરીથી હુમલો
રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય 3 શખ્સો પર સન્ની પાજી નામના આરોપીએ હુમલો કર્યો છે,સન્ની પાજી કા ધાબાના સંચાલકે આ હુમલો કર્યો છે તો ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજી નામાના આરોપીની ધરપકડ કરી છે,સન્ની અને તેના સાગરિતોએ ભેગા મળીને આ હુમલો કર્યો છે.ભત્રીજાના ઝઘડામાં ડે.મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાની વાત સામે આવી છે.ડે.મેયરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયાડે. મેયર અને તેમના ભાઈ રવિરજસિંહ પર છરીથી હુમલો કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.સન્ની પાજી કા ધાબાના સંચાલક સન્ની પાજીનો ત્રાસ વધતો હોય તેમ લાગી રહ્યું છે,ઘટનાની જાણ થતા પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,ત્યારે આ ઘટનામાં ડે.મેયરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે,પોલીસે તમામના નિવેદનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.જાણો કોણ છે સન્ની પાજી સન્ની પાજી એ રાજકોટમાં પંજાબી હોટલ ધરાવે છે અને અલગ-અલગ રીલો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હોય છે,અગાઉ પણ સન્ની પાજી ચર્ચામાં આવ્યો હતો અને તે પોતાની જાતને સ્માર્ટ હીરો સમજી રહ્યો છે,ત્યારે પોલીસ પણ આ સન્ની પાજીની ચરબી ઉતારીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે,નાની નાની વાતમાં સન્ની પાજી ઉશ્કેરાઈ જતો હોવાની વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે પોલીસ આ સન્ની પાજીની બરોબર પૂછપરછ કરી તેના રિમાંડ મેળવો તે જરૂરી છે. હોસ્પિટલમાં લોકોના ઉમટયા ટોળા ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને નેતાઓનો જમાવડો હોસ્પિટલમાં થઈ ગયો હતો ત્યારબાદ ડેપ્યુટી મેયર અને તેમની સાથે રહેલા લોકોને સારવાર હેઠળ ખસેડી તાત્કાલિક સારવાર આપવામા આવી છે,સામાન્ય માથાકૂટના સમાધાનમાં આવી રીતે છરી મારવી કેટલી યોગ્ય છે,અને આરોપી સન્ની પાજી જોડે છરી કયાંથી આવી તે એક સવાલ છે,શું આરોપી સન્ની પાજી એ ગુનાહિત માનસિકતા ધરાવે છે કે શું ? અને ગુનાહિત માનસિકતા ધરાવતો હશે તો જ છરી લાવ્યો હશે ને.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય 3 શખ્સો પર સન્ની પાજી નામના આરોપીએ હુમલો કર્યો છે,સન્ની પાજી કા ધાબાના સંચાલકે આ હુમલો કર્યો છે તો ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજી નામાના આરોપીની ધરપકડ કરી છે,સન્ની અને તેના સાગરિતોએ ભેગા મળીને આ હુમલો કર્યો છે.ભત્રીજાના ઝઘડામાં ડે.મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાની વાત સામે આવી છે.
ડે.મેયરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
ડે. મેયર અને તેમના ભાઈ રવિરજસિંહ પર છરીથી હુમલો કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.સન્ની પાજી કા ધાબાના સંચાલક સન્ની પાજીનો ત્રાસ વધતો હોય તેમ લાગી રહ્યું છે,ઘટનાની જાણ થતા પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,ત્યારે આ ઘટનામાં ડે.મેયરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે,પોલીસે તમામના નિવેદનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.
જાણો કોણ છે સન્ની પાજી
સન્ની પાજી એ રાજકોટમાં પંજાબી હોટલ ધરાવે છે અને અલગ-અલગ રીલો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હોય છે,અગાઉ પણ સન્ની પાજી ચર્ચામાં આવ્યો હતો અને તે પોતાની જાતને સ્માર્ટ હીરો સમજી રહ્યો છે,ત્યારે પોલીસ પણ આ સન્ની પાજીની ચરબી ઉતારીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે,નાની નાની વાતમાં સન્ની પાજી ઉશ્કેરાઈ જતો હોવાની વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે પોલીસ આ સન્ની પાજીની બરોબર પૂછપરછ કરી તેના રિમાંડ મેળવો તે જરૂરી છે.
હોસ્પિટલમાં લોકોના ઉમટયા ટોળા
ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને નેતાઓનો જમાવડો હોસ્પિટલમાં થઈ ગયો હતો ત્યારબાદ ડેપ્યુટી મેયર અને તેમની સાથે રહેલા લોકોને સારવાર હેઠળ ખસેડી તાત્કાલિક સારવાર આપવામા આવી છે,સામાન્ય માથાકૂટના સમાધાનમાં આવી રીતે છરી મારવી કેટલી યોગ્ય છે,અને આરોપી સન્ની પાજી જોડે છરી કયાંથી આવી તે એક સવાલ છે,શું આરોપી સન્ની પાજી એ ગુનાહિત માનસિકતા ધરાવે છે કે શું ? અને ગુનાહિત માનસિકતા ધરાવતો હશે તો જ છરી લાવ્યો હશે ને.