Porbandarમાં કારચાલકે નશાની હાલતમાં કરી બબાલ, BJPનો લોગો જોતા લોકોના ટોળા ઉમટયા
પોરબંદરમાં કારચાલકે નશાની હાલતમાં રોડ પર કાર ઉભી રાખીને બબાલ કરી હોવાની વાત સામે આવી છે,લીમડા ચોકમાં કારચાલકે મચાવ્યો હતો હોબાળો બીજી તરફ કારમાં BJPનો લોગો પણ જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,કાર નં. GJ 25 BA 1618ના ચાલકે હોબાળો કરતા પોલીસે સમગ્ર મામલો ઠંડો પાડયો હતો અને લોકોના ટોળાને દૂર કર્યા હતા. રોડ થયો બ્લોક કાર ચાલકે હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને લોકોએ કાર ચાલકને મારવા સુધીનો પ્રયત્ન કર્યો હતો,સાથે સાથે કીર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને કાર ચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે,કાર ચાલક ફુલ સ્પીડમાં કાર હંકારી લોકોની સામે રોલો પાડતો હોવાની વાત પણ સામે આવી છે,કાર ચાલક એટલો બધો નશામાં ચૂર હતો કે તેને પોતાને ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે,ત્યારે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ પર આક્રોશ કાઢયો ઘટનાની જાણ થતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસે ટ્રાફિકને દૂર કરવાની કામગીરી પણ કરી હતી,ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,આરોપીને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવ્યો છે,અને તેના રીપોર્ટ પણ કઢાવવામા આવ્યા છે,દારૂનું વ્યસન કર્યુ છે કે અન્ય કોઈ વ્યસન કર્યુ છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,ત્યારે આવા કારચાલકો અને તેમાં પણ ભાજપનો લોગો લગાવીને ફરતા હોય છે અને આમ જનતાની સામે રોલો પાડતા હોય છે. પોલીસે દેશી દારૂના કેસ કર્યા પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દેશી દારૂના 31 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જેમાંથી પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 31 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો તથા 4 શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરમાં કારચાલકે નશાની હાલતમાં રોડ પર કાર ઉભી રાખીને બબાલ કરી હોવાની વાત સામે આવી છે,લીમડા ચોકમાં કારચાલકે મચાવ્યો હતો હોબાળો બીજી તરફ કારમાં BJPનો લોગો પણ જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,કાર નં. GJ 25 BA 1618ના ચાલકે હોબાળો કરતા પોલીસે સમગ્ર મામલો ઠંડો પાડયો હતો અને લોકોના ટોળાને દૂર કર્યા હતા.
રોડ થયો બ્લોક
કાર ચાલકે હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને લોકોએ કાર ચાલકને મારવા સુધીનો પ્રયત્ન કર્યો હતો,સાથે સાથે કીર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને કાર ચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે,કાર ચાલક ફુલ સ્પીડમાં કાર હંકારી લોકોની સામે રોલો પાડતો હોવાની વાત પણ સામે આવી છે,કાર ચાલક એટલો બધો નશામાં ચૂર હતો કે તેને પોતાને ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે,ત્યારે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
લોકોએ પોલીસ પર આક્રોશ કાઢયો
ઘટનાની જાણ થતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસે ટ્રાફિકને દૂર કરવાની કામગીરી પણ કરી હતી,ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,આરોપીને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવ્યો છે,અને તેના રીપોર્ટ પણ કઢાવવામા આવ્યા છે,દારૂનું વ્યસન કર્યુ છે કે અન્ય કોઈ વ્યસન કર્યુ છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,ત્યારે આવા કારચાલકો અને તેમાં પણ ભાજપનો લોગો લગાવીને ફરતા હોય છે અને આમ જનતાની સામે રોલો પાડતા હોય છે.
પોલીસે દેશી દારૂના કેસ કર્યા
પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દેશી દારૂના 31 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જેમાંથી પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 31 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો તથા 4 શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.