PM Modi in Gujarat : વડાપ્રધાનનો વડસર જવાનો કાર્યક્રમ રદ, હવે અમદાવાદ એરપોર્ટથી સીધા જશે રાજભવન

PM Narendra Modi Gujarat Visit Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે હમણાં જ મળતા અહેવાલો મુજબ તેમનો વડસર એરફોર્સ સ્ટેશન જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અહીં તેઓ નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેવાના હતા, જોકે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. હવે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા રાજભવન જશે.PM અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના આજના કાર્યક્રમ દરમિયાન તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા, જોકે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા બાદ તેઓ સીધા રાજભવન જશે અને ત્યાં જ બેઠક તેમજ રાત્રી રોકાણ કરશે. આ કાર્યક્રમો બાદ આવતીકાલે તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. આ પણ વાંચો : પ્રજા માટે નહીં પણ PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!વડાપ્રધાન મોદીનો 15 સપ્ટેમ્બરનો કાર્યક્રમવડાપ્રધાન મોદી 15થી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 6 વાગ્યે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે. તેમનો આજનો 4.30 કલાકનો વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેવાનો કાર્યક્રમ રદ કરાયોછે.16 સપ્ટેમ્બરનો કાર્યક્રમજ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. આ પણ વાંચો : PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર

PM Modi in Gujarat : વડાપ્રધાનનો વડસર જવાનો કાર્યક્રમ રદ, હવે અમદાવાદ એરપોર્ટથી સીધા જશે રાજભવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PM Narendra Modi Gujarat Visit Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે હમણાં જ મળતા અહેવાલો મુજબ તેમનો વડસર એરફોર્સ સ્ટેશન જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અહીં તેઓ નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેવાના હતા, જોકે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. હવે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા રાજભવન જશે.

PM અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના આજના કાર્યક્રમ દરમિયાન તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા, જોકે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા બાદ તેઓ સીધા રાજભવન જશે અને ત્યાં જ બેઠક તેમજ રાત્રી રોકાણ કરશે. આ કાર્યક્રમો બાદ આવતીકાલે તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. 

આ પણ વાંચો : પ્રજા માટે નહીં પણ PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!

વડાપ્રધાન મોદીનો 15 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 15થી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 6 વાગ્યે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે. તેમનો આજનો 4.30 કલાકનો વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેવાનો કાર્યક્રમ રદ કરાયોછે.

16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

જ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. 

આ પણ વાંચો : PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર