PM મોદીની મુલાકાત પહેલા CM ભૂપેન્દ્ર પટેલે GMDC સ્થળનું નિરીક્ષણ કર્યું
અમદાવાદમાં આવેલ GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદીનો કાર્યક્રમ 16 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં 1 લાખથી વધુની જનમેદની જોવા મળી શકે છે. જેથી સુરક્ષા અને વ્યવસ્થાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવવાના છે. તા. 16મીએ વડાપ્રધાનનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોવાથી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા માટે સિનિયર ઓફિસરો ઉપરાંત બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ગ્રાઉન્ડ પર ફરજ બજાવશે. કાર્યક્રમ દરમિયાન GMDC ગ્રાઉન્ડ આજુબાજુના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ માટેના વૈકલ્પિક રૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે. ગણેશ ઉત્સવની ઉજવણી વચ્ચે જાહેરનામું શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે તમામ મોટા પંડાલ પાસે પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત, આગામી સોમવારે વડાપ્રાધન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લઇને GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. જેને પગલે હવે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શનિવારથી જ સમગ્ર ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સિનિયર IPS અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગભગ બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને તમામ એજન્સીઓ સુરક્ષા માટે જીએમડીસી ગ્રાઉન્ડ પર ફરજ બજાવશે. આ ઉપરાંત કાર્યક્રમ માટે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર, જીએમડીસી ગ્રાઉન્ડ અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દૂરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે (1) NAFD ચાર રસ્તા થઇને જજીસ બંગલા ચાર રસ્તાથી ડાબી બાજુ થઇ અંધજન મંડળ ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તાથી વિજય ચાર રસ્તા થઇ હેલમેટ ચાર રસ્તા સુધીનો માર્ગ ઉપયોગ કરી શકાશે. (2) NAFD ચાર રસ્તાથી ગુરુદ્વારા ચાર રસ્તાથી જમણી તરફ થલતેજ ચાર રસ્તાથી હેબતપુર થઇ ફન ઇન ચાર રસ્તાથી એઇસી ચાર રસ્તા તરફનો માર્ગ ખુલ્લો રહેશે. (3) સાંઇબાબા મંદિર ચાર રસ્તાથી સૂરધારા સર્કલથી સુભાષ ચોક થઇ વિવેકાનંદ સર્કલ થઇ સોલા ક્રોસ રોડ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. ઇદ એ મિલાદ, ગણેશ વિસર્જન બંદોબસ્તમાં 12 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે 17મી સપ્ટેમ્બરે શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલૂસ આયોજિત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વેલન્સ, સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા, NSGની ટીમ અમદાવાદ આવી ગઇ વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર પેસેન્જર ઉપરાંત તેમને લેવા અને મૂકવા માટે આવતા વાહનો અને લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. CISFની ટીમને રાઉન્ડ ધી ક્લોક એરપોર્ટ પર પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવાઇ છે. સ્થાનિક પોલીસ પણ ડીસીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને એનએસજીની ટીમ અમદાવાદ આવી ગઇ છે. અધિકારીઓ એરપોર્ટ ઉપરાંત મોદીના તમામ કાર્યક્રમોના સ્થળની વિઝિટ લઇને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહયા છે. જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરી રહ્યા છે. IBની ટીમ પણ અઠવાડિયાથી અમદાવાદ આવી ગઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આવેલ GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદીનો કાર્યક્રમ 16 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં 1 લાખથી વધુની જનમેદની જોવા મળી શકે છે. જેથી સુરક્ષા અને વ્યવસ્થાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવવાના છે. તા. 16મીએ વડાપ્રધાનનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોવાથી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા માટે સિનિયર ઓફિસરો ઉપરાંત બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ગ્રાઉન્ડ પર ફરજ બજાવશે. કાર્યક્રમ દરમિયાન GMDC ગ્રાઉન્ડ આજુબાજુના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ માટેના વૈકલ્પિક રૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે.
ગણેશ ઉત્સવની ઉજવણી વચ્ચે જાહેરનામું
શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે તમામ મોટા પંડાલ પાસે પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત, આગામી સોમવારે વડાપ્રાધન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લઇને GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. જેને પગલે હવે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શનિવારથી જ સમગ્ર ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સિનિયર IPS અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગભગ બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને તમામ એજન્સીઓ સુરક્ષા માટે જીએમડીસી ગ્રાઉન્ડ પર ફરજ બજાવશે. આ ઉપરાંત કાર્યક્રમ માટે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર, જીએમડીસી ગ્રાઉન્ડ અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દૂરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે (1) NAFD ચાર રસ્તા થઇને જજીસ બંગલા ચાર રસ્તાથી ડાબી બાજુ થઇ અંધજન મંડળ ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તાથી વિજય ચાર રસ્તા થઇ હેલમેટ ચાર રસ્તા સુધીનો માર્ગ ઉપયોગ કરી શકાશે. (2) NAFD ચાર રસ્તાથી ગુરુદ્વારા ચાર રસ્તાથી જમણી તરફ થલતેજ ચાર રસ્તાથી હેબતપુર થઇ ફન ઇન ચાર રસ્તાથી એઇસી ચાર રસ્તા તરફનો માર્ગ ખુલ્લો રહેશે. (3) સાંઇબાબા મંદિર ચાર રસ્તાથી સૂરધારા સર્કલથી સુભાષ ચોક થઇ વિવેકાનંદ સર્કલ થઇ સોલા ક્રોસ રોડ તરફનો માર્ગ ખુલ્લો રહેશે.
ઇદ એ મિલાદ, ગણેશ વિસર્જન બંદોબસ્તમાં 12 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે
17મી સપ્ટેમ્બરે શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલૂસ આયોજિત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વેલન્સ, સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા, NSGની ટીમ અમદાવાદ આવી ગઇ
વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર પેસેન્જર ઉપરાંત તેમને લેવા અને મૂકવા માટે આવતા વાહનો અને લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. CISFની ટીમને રાઉન્ડ ધી ક્લોક એરપોર્ટ પર પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવાઇ છે. સ્થાનિક પોલીસ પણ ડીસીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને એનએસજીની ટીમ અમદાવાદ આવી ગઇ છે. અધિકારીઓ એરપોર્ટ ઉપરાંત મોદીના તમામ કાર્યક્રમોના સ્થળની વિઝિટ લઇને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહયા છે. જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરી રહ્યા છે. IBની ટીમ પણ અઠવાડિયાથી અમદાવાદ આવી ગઇ છે.