Patan: સાંતલપુરમાં હોસ્પિટલ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો, 13 લાખની દવાનો મુદ્દામાલ સીઝ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતિત બની છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યભરમાં સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતિત બની છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ પ્રેક્ટિસ કરતા તબીબોનો સહારો લઈ મોટી હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને ફસાવતા હોય છે. જે બાબતે તપાસના સરકારે આદેશ આપ્યા હોય પાટણ એસઓજી ટીમે પણ કાર્યવાહી કરતા સંતલપુર તાલુકાના વારાહી ગામેથી બોગસ ક્લિનિક ધરાવતો તબીબ ઝડપાયો છે. કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક નામથી દવાખાનુ ધરાવતો સુરેશ પાંચાભાઇ ઠાકોર છેલ્લા ઘણા સમયથી પોતે કોઈપણ જાતની તબીબી ડીગ્રી ધરાવતો ન હોવા છતાં માત્ર અનુભવ ના આધારે બીમાર વ્યક્તિઓની સારવાર કરી તેમને એલોપીથી દવાઓ પણ આપતો હતો. આ બાબતે પાટણ જિલ્લા પોલીસની એસ.ઓ.જી.ટીમને બાતમી મળતા તપાસ કરતા કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક પર તપાસ કરતા ક્લિનિક ઉપર ડો. ગૌતમ પંચાલ બીએચએમએસ, ડો. કનુભાઈ ચૌધરી એમબીબીએસ વીઝીટીંગ તેમજ ડો. સુરેશ ઠાકોરના નામનું બોર્ડ મારેલું હતું. જેમાં ક્લિનિકમાં સુરેશ ઠાકોર કોઈપણ જાતની ડીગ્રી વગર માત્ર અનુમાન અને અનુભવના આધારે પેશન્ટોનું મૃત્યુ નીપજી શકે તેવી શક્યતા હોવાનું જાણતો હોવા છતાં બીમાર વ્યક્તિઓની સારવાર કરતો મળી આવ્યો હતો. ક્લિનિકમાંથી રૂપિયા 13,98,952 ની કિંમતની એલોપેથી દવાઓ મળી પોલીસે તરત જ આ બાબતે બોરુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને બોલાવી તપાસ કરતા સુરેશ ઠાકોરના ક્લિનિકમાંથી રૂપિયા 13,98,952 ની કિંમતની એલોપેથી દવાઓ તેમજ દવાખાનાના સાધનો મળી આવતા તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.
સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતિત બની છે
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યભરમાં સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતિત બની છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ પ્રેક્ટિસ કરતા તબીબોનો સહારો લઈ મોટી હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને ફસાવતા હોય છે. જે બાબતે તપાસના સરકારે આદેશ આપ્યા હોય પાટણ એસઓજી ટીમે પણ કાર્યવાહી કરતા સંતલપુર તાલુકાના વારાહી ગામેથી બોગસ ક્લિનિક ધરાવતો તબીબ ઝડપાયો છે. કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક નામથી દવાખાનુ ધરાવતો સુરેશ પાંચાભાઇ ઠાકોર છેલ્લા ઘણા સમયથી પોતે કોઈપણ જાતની તબીબી ડીગ્રી ધરાવતો ન હોવા છતાં માત્ર અનુભવ ના આધારે બીમાર વ્યક્તિઓની સારવાર કરી તેમને એલોપીથી દવાઓ પણ આપતો હતો.
આ બાબતે પાટણ જિલ્લા પોલીસની એસ.ઓ.જી.ટીમને બાતમી મળતા તપાસ કરતા કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક પર તપાસ કરતા ક્લિનિક ઉપર ડો. ગૌતમ પંચાલ બીએચએમએસ, ડો. કનુભાઈ ચૌધરી એમબીબીએસ વીઝીટીંગ તેમજ ડો. સુરેશ ઠાકોરના નામનું બોર્ડ મારેલું હતું. જેમાં ક્લિનિકમાં સુરેશ ઠાકોર કોઈપણ જાતની ડીગ્રી વગર માત્ર અનુમાન અને અનુભવના આધારે પેશન્ટોનું મૃત્યુ નીપજી શકે તેવી શક્યતા હોવાનું જાણતો હોવા છતાં બીમાર વ્યક્તિઓની સારવાર કરતો મળી આવ્યો હતો.
ક્લિનિકમાંથી રૂપિયા 13,98,952 ની કિંમતની એલોપેથી દવાઓ મળી
પોલીસે તરત જ આ બાબતે બોરુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને બોલાવી તપાસ કરતા સુરેશ ઠાકોરના ક્લિનિકમાંથી રૂપિયા 13,98,952 ની કિંમતની એલોપેથી દવાઓ તેમજ દવાખાનાના સાધનો મળી આવતા તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.