Patan: સરકારી શાળાના પુસ્તકો બારોબાર વેચી દેવાનું કૌભાંડ આવ્યું સામે
પાટણમાં સરસ્વતી તાલુકાના અઘાર ગામે આવેલી સરકારી શાળાના પુસ્તકોનું બારોબાર વેચાણ કરવાનો કિસ્સો બહાર આવતા હડકમ મચી જવા પામી છે, શાળાના પટાવાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકો વેચાણ કર્યાના આક્ષેપ લાગતા મામલો વધુ પેચીદો બનતા છેવટે શાળાના પટાવાળાને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યોછે.પુસ્તકો પટ્ટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હોવાનો આક્ષેપ ઉઠ્યો પાટણમાં સરકારી પુસ્તકોનું બારોબારીયું કરાતું હોવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં સરકારી શાળામાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને વિતરણ કરવાના પુસ્તકો પટ્ટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે, સરસ્વતી તાલુકામાં અઘાર ગામ ખાતે સ્થિત સરકારી શાળામાં પડેલા 500થી વધુ પુસ્તકો પટાવાળાએ ભંગાર વાળાને વેચાણ કરી દેતા અને ભંગાર વાળો આ પુસ્તકો લઈ જઈ રહ્યો હતો, તે દરમિયાન ગામના કેટલાક વ્યક્તિઓએ આ છકડાની અંદર નવીન પુસ્તકો જોતા શંકા જતા છકડા ચાલકને ઉભો રાખી તપાસ કરતા તેમાં નવીન પુસ્તકો જોવા મળ્યા અને આ પુસ્તકો અઘાર પ્રાથમિક શાળામાંથી પસ્તીમાં ખરીદી લીધા હોવાનું સામે આવ્યું હતું. જાગૃત વાલીએ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો આ પુસ્તકો રૂપિયા 4,000માં પસ્તીમાં ખરીદ્યા હોવાનું જણાતા સમગ્ર મામલો બહાર આવવા પામ્યો અને પુસ્તકો ભરેલા છકડાને પકડનાર જાગૃત વાલીએ આક્ષેપ કર્યો છે કે પટાવાળો જ્યારે છકડામાં પુસ્તકોને ભરી લઈ જતો હતો, તે દરમિયાન તેને પકડી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જોકે શિક્ષણ વિભાગ સુધી આ બાબત પહોંચતા જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા તપાસના આદેશ આપી તાત્કાલિક અસરથી પટાવાળાને ફરજ પરથી છૂટો કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારીએ તપાસના આદેશ આપ્યા આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાને પૂછતાં તેઓએ જણાવ્યું છે કે હાલમાં આ બાબતની ઝીણવટભરી રીતે તપાસ ચાલી રહી છે, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ પુસ્તકોનું પસ્તીમાં વેચાણ કરવા હેતુસર અન્ય સ્થળે લઈ જવામાં નહતું આવ્યું પણ નવીન બીઆરસી ભવન ફળવાતા તે સ્થળે પુસ્તકો લઈ જવાની કાર્યવાહી થઈ રહી હતી તેવું પટાવાળાનું કહેવું છે તેમ છતાં તાલુકા શિક્ષણ અધિકારીને આ બાબતની તપાસ સોંપવામાં આવી છે અને જરૂર પડે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું તેમ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં સરસ્વતી તાલુકાના અઘાર ગામે આવેલી સરકારી શાળાના પુસ્તકોનું બારોબાર વેચાણ કરવાનો કિસ્સો બહાર આવતા હડકમ મચી જવા પામી છે, શાળાના પટાવાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકો વેચાણ કર્યાના આક્ષેપ લાગતા મામલો વધુ પેચીદો બનતા છેવટે શાળાના પટાવાળાને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યોછે.
પુસ્તકો પટ્ટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હોવાનો આક્ષેપ ઉઠ્યો
પાટણમાં સરકારી પુસ્તકોનું બારોબારીયું કરાતું હોવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં સરકારી શાળામાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને વિતરણ કરવાના પુસ્તકો પટ્ટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે, સરસ્વતી તાલુકામાં અઘાર ગામ ખાતે સ્થિત સરકારી શાળામાં પડેલા 500થી વધુ પુસ્તકો પટાવાળાએ ભંગાર વાળાને વેચાણ કરી દેતા અને ભંગાર વાળો આ પુસ્તકો લઈ જઈ રહ્યો હતો, તે દરમિયાન ગામના કેટલાક વ્યક્તિઓએ આ છકડાની અંદર નવીન પુસ્તકો જોતા શંકા જતા છકડા ચાલકને ઉભો રાખી તપાસ કરતા તેમાં નવીન પુસ્તકો જોવા મળ્યા અને આ પુસ્તકો અઘાર પ્રાથમિક શાળામાંથી પસ્તીમાં ખરીદી લીધા હોવાનું સામે આવ્યું હતું.
જાગૃત વાલીએ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો
આ પુસ્તકો રૂપિયા 4,000માં પસ્તીમાં ખરીદ્યા હોવાનું જણાતા સમગ્ર મામલો બહાર આવવા પામ્યો અને પુસ્તકો ભરેલા છકડાને પકડનાર જાગૃત વાલીએ આક્ષેપ કર્યો છે કે પટાવાળો જ્યારે છકડામાં પુસ્તકોને ભરી લઈ જતો હતો, તે દરમિયાન તેને પકડી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જોકે શિક્ષણ વિભાગ સુધી આ બાબત પહોંચતા જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા તપાસના આદેશ આપી તાત્કાલિક અસરથી પટાવાળાને ફરજ પરથી છૂટો કરી વધુ તપાસ શરૂ કરાઈ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારીએ તપાસના આદેશ આપ્યા
આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાને પૂછતાં તેઓએ જણાવ્યું છે કે હાલમાં આ બાબતની ઝીણવટભરી રીતે તપાસ ચાલી રહી છે, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ પુસ્તકોનું પસ્તીમાં વેચાણ કરવા હેતુસર અન્ય સ્થળે લઈ જવામાં નહતું આવ્યું પણ નવીન બીઆરસી ભવન ફળવાતા તે સ્થળે પુસ્તકો લઈ જવાની કાર્યવાહી થઈ રહી હતી તેવું પટાવાળાનું કહેવું છે તેમ છતાં તાલુકા શિક્ષણ અધિકારીને આ બાબતની તપાસ સોંપવામાં આવી છે અને જરૂર પડે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું તેમ જણાવ્યું હતું.