Patan News: રાધનપુરમાં જૂની અદાવાતમાં એડવોકેટ પર હુમલો, ત્રણ લોકો ઘાયલ

Jan 29, 2026 - 17:30
Patan News: રાધનપુરમાં જૂની અદાવાતમાં એડવોકેટ પર હુમલો, ત્રણ લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ પરા વિસ્તારમાં એક એડવોકેટ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. જૂની અદાવત રાખીને 10 થી વધુ લોકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે ત્રાટકી એડવોકેટના પરિવારને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાધનપુરના પરા વિસ્તારમાં રહેતા એડવોકેટ આસિફ ઘાંચી અને તેમના પરિવાર પર અચાનક 10 થી વધુ લોકોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરો લાકડીઓ, લોખંડની પાઇપો અને તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા. આ હુમલામાં એડવોકેટ આસિફ ઘાંચીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના હાથ અને પગમાં ફેક્ચર જેવા ગંભીર ઘા થયા છે.

પરિવારના 3 સભ્યોની હાલત ગંભીર

માત્ર એડવોકેટ જ નહીં, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ હુમલાખોરોનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યા છે. જૂની અદાવતને પગલે આ હિંસક હુમલો કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક એડવોકેટ પર આ રીતે સરેઆમ હુમલો થતા વકીલ મંડળમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Patan News : સમી-રાધનપુર હાઈવે પર કાળમુખો અકસ્માત, બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0