Patan: શંખેશ્વરના ટુવડ ગામે પ્રાચીન ગરબાનું મહત્વ, 100 વર્ષ જૂની માતાજીની માંડવી

આદ્યશક્તિ માં અંબાની આરાધના કરવાનો મહાપર્વ એટલે નવરાત્રિનો પર્વ, જેમાં માં અંબાની અનેક રીતે ભક્તિ કરવામાં આવે છે. ત્યારે આજના આધુનિક યુગમાં ભારત ભરમાં સૌ કોઈ અલગ અલગ વેસભુષા સાથે અને DJ, કલાકરો કે અન્ય કોઈ ઈલેક્ટ્રિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી ગરબે ઝૂમતા હોય છે.પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાનું મિશ્ર કરી ગરબા રમવામાં આવે છે ત્યારે ભાગ્યે જ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરાગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થતી નજરે પડે છે તો આજે આપણે જોઈએ શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે આજે પણ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે. અહીંયા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાનું મિશ્ર કરી ગરબા રમવામાં આવે છે અને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. શંખેશ્વર તાલુકાનું ટુવડ ગામ રાજપૂતોનું ગામ છે, આ ગામમાં છેલ્લા 100 વર્ષ જૂની માતાજીની માંડવી છે અને વડવાઓનો વારસો આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખ્યો છે. વડવાઓનો વારસો આજે પણ ગામના લોકોએ જાળવી રાખ્યો વડવાઓના વખતથી ગરબી આજે પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વગર ઉઘાડા પગે અને સ્વમુખે દેશી ગરબા ગવાય છે અને સ્થાનિક લોકો 9 દિવસ સુધી ધૂમધામથી નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. આમ તો નવરાત્રિમાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં લોકો અલગ અલગ વેશભુષા ધારણ કરીને આજના જમાનામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે. પરંતુ શંખેશ્વરના ટુવડ ગામે આજે પણ પ્રાચીન તેમજ અર્વાચીન એમ સોમવારથી રવિવાર એમ અલગ અલગ માતાજીના તેમજ ભગવાનના ગરબા સ્વમુખે ગામમાં ગાવામાં આવે છે અને લોકો માતાજીના ગરબે રમે છે અને આ પરંપરા અમારી આવનાર પેઢી પણ વર્ષો પુરાણો સાંસ્કૃતિક વારસો ગામના લોકોએ જાળવી રાખ્યો છે અને જાળવી રાખશે. આણંદના સંદેશર ગામમાં આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબાનું મહત્વ આજે ગરબા આધુનિક સ્વરૂપમાં આવી ગયા છે. ત્યારે સંદેશર ગામમાં આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબા રમવામાં આવે છે. અહીંયા મહિલાઓ માથા પર ગરબી મુકી નાની બાળકીઓથી લઈને યુવક યુવતીઓ સાથે મળી ગરબા રમે છે. આ અંગે ગામના આગેવાન હિતુલ પટેલએ કહ્યું હતુ કે આજે ગરબા પરંપરા છોડી આધુનિકતા તરફ વળી રહ્યા છે, ત્યારે અમારા ગામમાં આજે પણ પરંપરાગત ગરબા રમવામાં આવે છે. જ્યાં બેન દીકરીઓ પરિવારની વચ્ચે રહી સુરક્ષિત રીતે ગરબા રમે છે.

Patan: શંખેશ્વરના ટુવડ ગામે પ્રાચીન ગરબાનું મહત્વ, 100 વર્ષ જૂની માતાજીની માંડવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આદ્યશક્તિ માં અંબાની આરાધના કરવાનો મહાપર્વ એટલે નવરાત્રિનો પર્વ, જેમાં માં અંબાની અનેક રીતે ભક્તિ કરવામાં આવે છે. ત્યારે આજના આધુનિક યુગમાં ભારત ભરમાં સૌ કોઈ અલગ અલગ વેસભુષા સાથે અને DJ, કલાકરો કે અન્ય કોઈ ઈલેક્ટ્રિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી ગરબે ઝૂમતા હોય છે.

પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાનું મિશ્ર કરી ગરબા રમવામાં આવે છે

ત્યારે ભાગ્યે જ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરાગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થતી નજરે પડે છે તો આજે આપણે જોઈએ શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે આજે પણ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે. અહીંયા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાનું મિશ્ર કરી ગરબા રમવામાં આવે છે અને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. શંખેશ્વર તાલુકાનું ટુવડ ગામ રાજપૂતોનું ગામ છે, આ ગામમાં છેલ્લા 100 વર્ષ જૂની માતાજીની માંડવી છે અને વડવાઓનો વારસો આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખ્યો છે.


વડવાઓનો વારસો આજે પણ ગામના લોકોએ જાળવી રાખ્યો

વડવાઓના વખતથી ગરબી આજે પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વગર ઉઘાડા પગે અને સ્વમુખે દેશી ગરબા ગવાય છે અને સ્થાનિક લોકો 9 દિવસ સુધી ધૂમધામથી નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. આમ તો નવરાત્રિમાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં લોકો અલગ અલગ વેશભુષા ધારણ કરીને આજના જમાનામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે. પરંતુ શંખેશ્વરના ટુવડ ગામે આજે પણ પ્રાચીન તેમજ અર્વાચીન એમ સોમવારથી રવિવાર એમ અલગ અલગ માતાજીના તેમજ ભગવાનના ગરબા સ્વમુખે ગામમાં ગાવામાં આવે છે અને લોકો માતાજીના ગરબે રમે છે અને આ પરંપરા અમારી આવનાર પેઢી પણ વર્ષો પુરાણો સાંસ્કૃતિક વારસો ગામના લોકોએ જાળવી રાખ્યો છે અને જાળવી રાખશે.

આણંદના સંદેશર ગામમાં આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબાનું મહત્વ

આજે ગરબા આધુનિક સ્વરૂપમાં આવી ગયા છે. ત્યારે સંદેશર ગામમાં આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબા રમવામાં આવે છે. અહીંયા મહિલાઓ માથા પર ગરબી મુકી નાની બાળકીઓથી લઈને યુવક યુવતીઓ સાથે મળી ગરબા રમે છે. આ અંગે ગામના આગેવાન હિતુલ પટેલએ કહ્યું હતુ કે આજે ગરબા પરંપરા છોડી આધુનિકતા તરફ વળી રહ્યા છે, ત્યારે અમારા ગામમાં આજે પણ પરંપરાગત ગરબા રમવામાં આવે છે. જ્યાં બેન દીકરીઓ પરિવારની વચ્ચે રહી સુરક્ષિત રીતે ગરબા રમે છે.