Patan: આગની ઘટનાઓ સમયે તત્કાળ પહોંચવા ફાયર વિભાગ સ્ટેન્ડ બાય રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે દિવાળી પર્વ દરમિયાન સંભવિત આગની ઘટનાઓને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરના બે મુખ્ય સ્થળો આનંદ સરોવર અને નવજીવન ચોકડી પર ફાયરની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ વ્યવસ્થા 26 ઓકટોબર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં એક એક ટીમ એલર્ટ મોડ પર તૈનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. પાટણ ફાયર વિભાગના ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું ક, દિવાળી દરમિયાન આગની કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજારો રદ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગની ઘટનામાં સત્વરે બચાવ કામગીરી હાથ ધરીને જાનમાલને ઓછામાં ઓછું નુકશાન થાય તે સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ફાયર કોલ મળતાની સાથે જ ઓછામાં ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચીને વધુ નુકશાન થતું અટકાવવા માટે ફાયરની ટીમ ખડેપગે ફરજ બજાવશે.
What's Your Reaction?






