Panchmahalની શહેરા નગરપાલિકામાં ભાજપનો વિજયી શંખનાદ, સતત પાંચમી વાર સત્તાના સૂત્રો સંભાળી રચ્યો ઈતિહાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શંખનાદ કરી દીધો છે. પાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વિરોધ પક્ષોના ઉમેદવારોના ફોર્મ ખેંચાતા અથવા રદ થતા ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા વગર જ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે. આ જીત સાથે શહેરામાં ભાજપનો કેસરિયો પ્રચંડ વેગથી લહેરાયો છે.
વોર્ડ નંબર 1 અને 5માં આખેઆખી પેનલ બિનહરીફ
આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર પરિણામ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 માં જોવા મળ્યું છે, જ્યાં ભાજપની આખેઆખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ન રહેતા પક્ષની મજબૂત સંગઠન શક્તિ અને લોકપ્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે. અડધાથી વધુ બેઠકો પર બિનહરીફ જીત મેળવતા ભાજપ માટે હવે શહેરા પાલિકાની સત્તા જાળવી રાખવી માત્ર ઔપચારિકતા બની રહી છે.
સતત પાંચમી ટર્મમાં ભાજપનું શાસન, કાર્યકરોમાં વિજયોત્સવ
શહેરા નગરપાલિકામાં આ સાથે જ ભાજપે સતત પાંચમી વખત સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારી કરી લીધી છે. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આ પાલિકા પર ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે, જે આ વખતે પણ અકબંધ રહ્યું છે. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજયી ઉમેદવારોએ આ જીતને લોકોના વિશ્વાસ અને વિકાસના કાર્યોની જીત ગણાવી છે, જ્યારે શહેરભરમાં ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

