Palanpurમાં હિન્દુ સંગઠનો દ્વારા 53મી રથયાત્રાનું આયોજન કરાયુ

રૂ. 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો એસપી, ડીવાયએસપી સહિત 544 જેટલા પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આજે અષાઢી બીજને લઈ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. જેમાં પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ સહિત અનેક હિન્દુ સંગઠનો દ્વારા 53મી રથયાત્રાનું આયોજન કરાયુ છે જેમાં 13 કિલોમીટરના રૂટમાં રથયાત્રા પરિક્રમા કરશે. રૂ. 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં છેલ્લા 52 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન અષાઢી બીજને દિવસે કરવામાં આવતું હોય છે. ત્યારે પાલનપુરમાં બે દિવસ અગાઉ ભગવાન જગન્નાથજીને તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ લઇ જવાયા હતા. પાલનપુરના સુખડીયા પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવ્યુ છે. જેમાં 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું તે બાદ ભગવાન જગન્નાથજીને ગઇકાલે સાંજે નિજમંદિરે પરત લાવવામાં આવ્યાં અને આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળ્યા છે. પાલનપુરમાં સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો  મહત્ત્વની વાત છે કે પાલનપુરમાં સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જે શહેરના પૂર્વ વિસ્તારની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રા પરિક્રમા કરનાર છે. જેને લઇ શ્રીરામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રાના આયોજનના ભાગરૂપે 1300 કિલો જેટલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. તો એક હાથી, ચાર ઘોડા ચાર બગી સહિત અનેક ઝાંખીઓ રથયાત્રામાં જોડવામાં આવી છે. વહેલી સવારે પાલનપુરના મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નિકળ્યા છે જે દિવસ દરમ્યાન શહેરના અનેક માર્ગો પર પરિક્રમા કરી ભક્તજનોને દર્શનનો લાભ આપી સાંજે પરત નીજ મંદિરે ફરશે. સમગ્ર શહેરમાં જગન્નાથમય માહોલ જામ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સમગ્ર શહેર ભક્તિમય બન્યું છે. સમગ્ર શહેરમાં જગન્નાથમય માહોલ જામ્યો છે. વહેલી સવારે નીકળેલી રથયાત્રા મોડી સાંજે પરત નીજ મંદિરે ફરશે. ત્યારે કાયદો સુરક્ષા જળવાઇ રહે તે હેતુસર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. એસપી, ડીવાયએસપી સહિત 544 જેટલા પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના જાહેરમાર્ગો પર પરિક્રમા કરી મોડી સાંજે પરત નીજ મંદિરે ફરશે.

Palanpurમાં હિન્દુ સંગઠનો દ્વારા 53મી રથયાત્રાનું આયોજન કરાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂ. 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું
  • સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો
  • એસપી, ડીવાયએસપી સહિત 544 જેટલા પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આજે અષાઢી બીજને લઈ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. જેમાં પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ સહિત અનેક હિન્દુ સંગઠનો દ્વારા 53મી રથયાત્રાનું આયોજન કરાયુ છે જેમાં 13 કિલોમીટરના રૂટમાં રથયાત્રા પરિક્રમા કરશે.

રૂ. 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં છેલ્લા 52 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન અષાઢી બીજને દિવસે કરવામાં આવતું હોય છે. ત્યારે પાલનપુરમાં બે દિવસ અગાઉ ભગવાન જગન્નાથજીને તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ લઇ જવાયા હતા. પાલનપુરના સુખડીયા પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવ્યુ છે. જેમાં 4.51 લાખનું મામેરું સુખડીયા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું તે બાદ ભગવાન જગન્નાથજીને ગઇકાલે સાંજે નિજમંદિરે પરત લાવવામાં આવ્યાં અને આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળ્યા છે.

પાલનપુરમાં સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો

 મહત્ત્વની વાત છે કે પાલનપુરમાં સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જે શહેરના પૂર્વ વિસ્તારની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રા પરિક્રમા કરનાર છે. જેને લઇ શ્રીરામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રાના આયોજનના ભાગરૂપે 1300 કિલો જેટલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. તો એક હાથી, ચાર ઘોડા ચાર બગી સહિત અનેક ઝાંખીઓ રથયાત્રામાં જોડવામાં આવી છે. વહેલી સવારે પાલનપુરના મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નિકળ્યા છે જે દિવસ દરમ્યાન શહેરના અનેક માર્ગો પર પરિક્રમા કરી ભક્તજનોને દર્શનનો લાભ આપી સાંજે પરત નીજ મંદિરે ફરશે.

સમગ્ર શહેરમાં જગન્નાથમય માહોલ જામ્યો છે

ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સમગ્ર શહેર ભક્તિમય બન્યું છે. સમગ્ર શહેરમાં જગન્નાથમય માહોલ જામ્યો છે. વહેલી સવારે નીકળેલી રથયાત્રા મોડી સાંજે પરત નીજ મંદિરે ફરશે. ત્યારે કાયદો સુરક્ષા જળવાઇ રહે તે હેતુસર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. એસપી, ડીવાયએસપી સહિત 544 જેટલા પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના જાહેરમાર્ગો પર પરિક્રમા કરી મોડી સાંજે પરત નીજ મંદિરે ફરશે.