OMG ! Ahmedabadના ઘોડાસરમાં રોડ બેસી જતા ટ્રક ખાડામાં ખાબકી

અમદાવાદમાં મનપાની કામગીરી પર ઉઠયા સવાલ ઘોડાસરમાં માર્ગ પર ભૂવો પડતા રોડ બેસી ગયો 3 મહિના પહેલા જ રોડનું કરાયું હતું સમારકામ અમદાવાદના ઘોડાસરમાં ફરી રોડ બેસી જવાની ઘટના સામે આવી છે,રોડ બેસી જતા રોડ પર જઈ રહેલી ટ્રક તે ખાડામાં ખાબકી હતી અને તેમાં ફસાઈ ગઈ હતી,જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.કોર્પોરેશનના અધિકારીઓ દ્રારા કોઈ ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકો પણ કંટાળી ગયા છે. રોડ બેસી જતા આઈશર ટ્રક ભૂવામાં ખાબકી ઘોડાસરમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે.જેમાં આ જ જગ્યા પર પહેલા ભૂવો પડયો હતો અને તેને પૂરવાની કામગીરી પણ કરાઈ હતી,પરંતુ ફરી વાર તેની તેજ જગ્યાએ ભૂવો પડતા કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉભા થયા છે.ત્રણ મહિના પહેલા જ આ રોડ પર કોર્પોરેશને કામગીરી હતી અને ફરી રોડ બેસી ગયો,તમે પણ વિચારી શકો છો કે કોર્પોરેશને કેવી કામગીરી કરી હશે. ફરી એકવાર AMCની કામગીરી પર ઉઠયા સવાલ 3 મહિના પહેલા જે રોડ પર કામગીરી કરાઈ હતી તે રોડ બેસી જતા સ્થાનિકોએ પણ કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો હતો,આ રોડ ઘોડાસર વિસ્તારમાં જુની કેડિલા લેબોરેટરીના મુખ્ય માર્ગ પર બેસી ગયો છે.અને જેમાં આજે સવારે એક ટ્રક ખાબકી હતી.સ્થાનિકોનો આક્ષેપ છે કે,ભૂવો પુરવામાં આવ્યો ન હતો પરંતુ પૂરાણ કરતા આ સ્થિતિ ફરી સર્જાઈ છે.જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત ? અમદાવાદના રોડ રસ્તાની હાલત પણ ખરાબ કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટુ બજેટ ફાળવવામાં આવે છે,પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે,અમદાવાદ શહેરમાં પણ અનેક જગ્યાએ રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે,જેના કારણે સ્થાનિકો ખાડામાંથી પસાર થઈ રહ્યાં છે.ઘણીવાર તો એવી પણ ફરિયાદો સાંભળવામાં આવી છે કે રોડના ખાડાના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. 

OMG ! Ahmedabadના ઘોડાસરમાં રોડ બેસી જતા ટ્રક ખાડામાં ખાબકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં મનપાની કામગીરી પર ઉઠયા સવાલ
  • ઘોડાસરમાં માર્ગ પર ભૂવો પડતા રોડ બેસી ગયો
  • 3 મહિના પહેલા જ રોડનું કરાયું હતું સમારકામ

અમદાવાદના ઘોડાસરમાં ફરી રોડ બેસી જવાની ઘટના સામે આવી છે,રોડ બેસી જતા રોડ પર જઈ રહેલી ટ્રક તે ખાડામાં ખાબકી હતી અને તેમાં ફસાઈ ગઈ હતી,જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.કોર્પોરેશનના અધિકારીઓ દ્રારા કોઈ ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકો પણ કંટાળી ગયા છે.

રોડ બેસી જતા આઈશર ટ્રક ભૂવામાં ખાબકી

ઘોડાસરમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે.જેમાં આ જ જગ્યા પર પહેલા ભૂવો પડયો હતો અને તેને પૂરવાની કામગીરી પણ કરાઈ હતી,પરંતુ ફરી વાર તેની તેજ જગ્યાએ ભૂવો પડતા કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉભા થયા છે.ત્રણ મહિના પહેલા જ આ રોડ પર કોર્પોરેશને કામગીરી હતી અને ફરી રોડ બેસી ગયો,તમે પણ વિચારી શકો છો કે કોર્પોરેશને કેવી કામગીરી કરી હશે.


ફરી એકવાર AMCની કામગીરી પર ઉઠયા સવાલ

3 મહિના પહેલા જે રોડ પર કામગીરી કરાઈ હતી તે રોડ બેસી જતા સ્થાનિકોએ પણ કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો હતો,આ રોડ ઘોડાસર વિસ્તારમાં જુની કેડિલા લેબોરેટરીના મુખ્ય માર્ગ પર બેસી ગયો છે.અને જેમાં આજે સવારે એક ટ્રક ખાબકી હતી.સ્થાનિકોનો આક્ષેપ છે કે,ભૂવો પુરવામાં આવ્યો ન હતો પરંતુ પૂરાણ કરતા આ સ્થિતિ ફરી સર્જાઈ છે.જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત ?

અમદાવાદના રોડ રસ્તાની હાલત પણ ખરાબ

કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટુ બજેટ ફાળવવામાં આવે છે,પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે,અમદાવાદ શહેરમાં પણ અનેક જગ્યાએ રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે,જેના કારણે સ્થાનિકો ખાડામાંથી પસાર થઈ રહ્યાં છે.ઘણીવાર તો એવી પણ ફરિયાદો સાંભળવામાં આવી છે કે રોડના ખાડાના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.