Navsari News: શહેરમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ, SOG ની ટીમે 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Jul 31, 2025 - 21:00
Navsari News: શહેરમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ, SOG ની ટીમે 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી શહેરમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ છે. નવસારી શહેરમાંથી પેહલી વાર એમફેટમાઇન અને કોકેઇન ઝડપાયું છે. નશાખોરોમાં ખાસ માંગ ધરાવતા ડ્રગ્સ શહેરમાંથી પેહલી વાર ઝડપાયા છે. નવસારી SOGની ટીમે દરગાહ રોડ વિસ્તારમાંથી મોંઘા નશીલા પદાર્થ ઝડપ્યા છે. દરગાહ રોડ વિસ્તારમાં પેઈન્ટર શેખની ગલીમાં સોયેબ મુસ્તકીમ શેખ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. સોયેબ પોતાના ઘરમાં જ નશાનો કારોબાર ચલાવતો હતો.

નશાનો કારોબાર કરનાર સોયેબ શેખ વોન્ટેડ

SOGની ટીમે છાપેમારી દરમ્યાન 7.36 ગ્રામ એમફેટમાઇન નામનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસે સાયેબના ઘરમાંથી કોકેઇન પણ જપ્ત કર્યું છે. નશાનો કારોબારી સોયેબ શેખ હાલ વોન્ટેડ ગુનેગાર છે. પોલીસે કુલ રૂપિયા 74 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવલારીમાં નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું હોય તેમ અવારનવાર આવા નશીલા પદાર્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે.

નવલારી નશીલા પદાર્થની હાટડી

આ પહેલા પણ નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ નવસારી પોલીસ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલાના પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ ઓંજલ ગામના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે 50 જેટલા પેકેટ પોલીસને બિનવારસી હાલતમાં મળા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0