Narmada: રાજપીપળામાં કામલ ફાઉન્ડેશન બોગસ હોવાનો આક્ષેપ, ધારાસભ્યએ કરી રજુઆત
નર્મદાના રાજપીપળામાં હવે બોગસ ફાઉન્ડેશન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચાલતી બોગસ નર્સિંગ કોલેજો સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. રાજપીપળામાં છેલ્લા 20 વર્ષથી ચાલતી માં કામલ ફાઉન્ડેશન બોગસ હોવાનો આક્ષેપ કર્યો છે.ચૈતર વસાવાની સંચાલકો સામે ગુનો નોંધવા રજૂઆત ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે પોલીસ અધીક્ષકને મળીને સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધવા માટે રજુઆત પણ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડાને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે અને સંસ્થા પર પણ જઈને હલ્લાબોલ કર્યો છે. બેંગલોર અને કર્ણાટક ખાતે પરીક્ષા આપવા લઈ જતા હોય જે બિલકુલ બોગસ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. કાર્યવાહી ન થાય તો 16 નવેમ્બરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે જ આ સંસ્થામાં ભણેલાને સરકારી નોકરી મળતી નથી અને સ્કોલરશીપ પણ મળતી નથી. 3 વર્ષના નામે સંસ્થા 2.5થી 3 લાખ રૂપિયા ફી ઉઘરાવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ કોલેજના સંચાલકો આપતા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી 16 તારીખે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાનને લખ્યો હતો પત્ર થોડા દિવસ પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો લખ્યો હતો અને આ પત્રમાં જી.એન.એમ અને એ.એન.એમ નર્સિંગ કોર્ષ દ્વારા ખાનગી કોલેજો ચાલવામાં આદિવાસીઓ સાથે છેતરપિંડી બાબતે તપાસ કરવાની માગ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે માં કાલમ ફાઉન્ડેશન, છોટાઉદેપુરની ક્રિશ્ના ઈન્સ્ટિટયૂટ અને અંકલેશ્વરમાં નર્મદા ઈન્સ્ટિટ્યૂટના સંચાલકો જવાબદારીથી છટકી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. ગેરરીતિ કરનાર નર્સિંગ કોલેજો સામે તપાસની માગ આવી ખાનગી કોલેજોમાં પ્રેક્ટિકલ માટે સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટે કલાસ ચલાવતા નથી. વિદ્યાર્થીઓને યોગ્ય સર્ટિફિકેટ અને સ્કોલરશીપ પણ આપવામાં આવતી નથી, ગઈકાલે જ રાજપીપળા ખાતે ચાલતી માં કાલમ ફાઉન્ડેશનની ચૈતર વસાવાએ મુલાકાત પણ લીધી હતી અને તેના ડાયરેક્ટર અનિલ કેસર સાથે ફોન પર વાત પણ કરી હતી, 3 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ફી પુરી ભરી હોવા છતાં આજ દિન સુધી સર્ટિફિકેટ મળ્યા નથી, પરીક્ષા માટે રાજ્ય બહાર જવું પડતું હોય છે, જેને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ગેરરીતિ કરનાર નર્સિંગ કોલેજો સામે તપાસ કરવી જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદાના રાજપીપળામાં હવે બોગસ ફાઉન્ડેશન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચાલતી બોગસ નર્સિંગ કોલેજો સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. રાજપીપળામાં છેલ્લા 20 વર્ષથી ચાલતી માં કામલ ફાઉન્ડેશન બોગસ હોવાનો આક્ષેપ કર્યો છે.
ચૈતર વસાવાની સંચાલકો સામે ગુનો નોંધવા રજૂઆત
ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે પોલીસ અધીક્ષકને મળીને સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધવા માટે રજુઆત પણ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડાને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે અને સંસ્થા પર પણ જઈને હલ્લાબોલ કર્યો છે. બેંગલોર અને કર્ણાટક ખાતે પરીક્ષા આપવા લઈ જતા હોય જે બિલકુલ બોગસ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.
કાર્યવાહી ન થાય તો 16 નવેમ્બરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
સાથે જ આ સંસ્થામાં ભણેલાને સરકારી નોકરી મળતી નથી અને સ્કોલરશીપ પણ મળતી નથી. 3 વર્ષના નામે સંસ્થા 2.5થી 3 લાખ રૂપિયા ફી ઉઘરાવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ કોલેજના સંચાલકો આપતા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી 16 તારીખે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાનને લખ્યો હતો પત્ર
થોડા દિવસ પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો લખ્યો હતો અને આ પત્રમાં જી.એન.એમ અને એ.એન.એમ નર્સિંગ કોર્ષ દ્વારા ખાનગી કોલેજો ચાલવામાં આદિવાસીઓ સાથે છેતરપિંડી બાબતે તપાસ કરવાની માગ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે માં કાલમ ફાઉન્ડેશન, છોટાઉદેપુરની ક્રિશ્ના ઈન્સ્ટિટયૂટ અને અંકલેશ્વરમાં નર્મદા ઈન્સ્ટિટ્યૂટના સંચાલકો જવાબદારીથી છટકી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
ગેરરીતિ કરનાર નર્સિંગ કોલેજો સામે તપાસની માગ
આવી ખાનગી કોલેજોમાં પ્રેક્ટિકલ માટે સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટે કલાસ ચલાવતા નથી. વિદ્યાર્થીઓને યોગ્ય સર્ટિફિકેટ અને સ્કોલરશીપ પણ આપવામાં આવતી નથી, ગઈકાલે જ રાજપીપળા ખાતે ચાલતી માં કાલમ ફાઉન્ડેશનની ચૈતર વસાવાએ મુલાકાત પણ લીધી હતી અને તેના ડાયરેક્ટર અનિલ કેસર સાથે ફોન પર વાત પણ કરી હતી, 3 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ફી પુરી ભરી હોવા છતાં આજ દિન સુધી સર્ટિફિકેટ મળ્યા નથી, પરીક્ષા માટે રાજ્ય બહાર જવું પડતું હોય છે, જેને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ગેરરીતિ કરનાર નર્સિંગ કોલેજો સામે તપાસ કરવી જોઈએ.