Morbi : જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, વીજપોલ વળતર મુદ્દે બેસણું કરી પ્રદર્શન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લાના જેતપુર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વીજપોલ વળતર મુદ્દે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરોમાંથી પસાર થતા વીજપોલ માટે યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી, જેના વિરોધમાં તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન પર છે.
મહિલાઓ સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં આ બેસણામાં જોડાયા
આંદોલનના ત્રીજા દિવસે ખેડૂતોએ અનોખી રીતે 'બેસણું' કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં આ બેસણામાં જોડાયા હતા અને સરકાર સામે પોતાની માગણી રજૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતોને મુંડન કરાવીને પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનમાં હાલ 3 મહિલા સહિત કુલ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમની મુખ્ય માગ છે કે વીજપોલ માટે જમીન ગુમાવનારા ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર તાત્કાલિક આપવામાં આવે.
આંદોલનને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે
ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી તેમની માગણીઓ અવગણવામાં આવી રહી છે, જેના કારણે તેઓ આ કઠોર પગલું લેવા મજબૂર બન્યા છે. આંદોલનને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો સ્થળ પર પહોંચી રહ્યા છે અને વિરોધને વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ખેડૂતોની સંખ્યા વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્તરે સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખેડૂતોને સ્પષ્ટ કહ્યું છે કે જો તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ પણ વાંચો : Gandhinagar News: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 71 કર્મચારીઓની થઈ બદલી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

