Morbiના હળવદમાં બાળકીઓ 400થી વધુ પાળીયાઓને બાંધે છે રાખડી,વાંચો Special Story
હળવદમા પાળીયાઓને રાખડી બાંધીને યાદોને કરાય છે તાજી પ્રાથમિક શાળા નંબર 10 અને આરપી શાળાની બાળકીઓ બાંધે છે રાખડી વર્ષોથી રાખડી બંધાય છે અને પૂજા પણ કરાય છે હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે.પ્રાથમિક શાળાની બાળકીઓ પાળીયાને રાખડી બાંધે છે અને લોકોની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે. વિધાર્થીનીઓ બાંધે છે રાખડી ઝાલાવાડમાં વીરગતિ વ્હોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડયા હતા અને વીરગતિ વ્હોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ આવે છે અને રાખડી બાંધે છે. 400થી વધુ પાળીયાઓને રાખડી બંધાય છે છેલ્લા ૮ વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10 અને આર.પી.પી ગર્લ્સ માધ્યદ્યમિક શાળાની 140થી વધુ બાળાઓ 400થી વધુ પાળીયાઓને રાખડી બાંધે છે. બાળકીઓને પાળીયાનું મહત્વ સમજાયું વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે,ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વ્હોરનાર પાળિયાઓ હળવદની આસપાસમાં આવેલા છે અને અડીખમ ઊભા છે જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે અને સમાજને ઐતિહાસીક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિનો વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તોના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હળવદમા પાળીયાઓને રાખડી બાંધીને યાદોને કરાય છે તાજી
- પ્રાથમિક શાળા નંબર 10 અને આરપી શાળાની બાળકીઓ બાંધે છે રાખડી
- વર્ષોથી રાખડી બંધાય છે અને પૂજા પણ કરાય છે
હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે.પ્રાથમિક શાળાની બાળકીઓ પાળીયાને રાખડી બાંધે છે અને લોકોની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે.
વિધાર્થીનીઓ બાંધે છે રાખડી
ઝાલાવાડમાં વીરગતિ વ્હોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડયા હતા અને વીરગતિ વ્હોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ આવે છે અને રાખડી બાંધે છે.
400થી વધુ પાળીયાઓને રાખડી બંધાય છે
છેલ્લા ૮ વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10 અને આર.પી.પી ગર્લ્સ માધ્યદ્યમિક શાળાની 140થી વધુ બાળાઓ 400થી વધુ પાળીયાઓને રાખડી બાંધે છે.
બાળકીઓને પાળીયાનું મહત્વ સમજાયું
વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે,ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વ્હોરનાર પાળિયાઓ હળવદની આસપાસમાં આવેલા છે અને અડીખમ ઊભા છે જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે અને સમાજને ઐતિહાસીક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિનો વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તોના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે.