Monsoon: રાજ્યમાં ભારે વરસાદને લઈને 6604 ગામડાઓમાં વીજળી ડૂલ
મેઘમહેરને લઈ કેટલાક જિલ્લામાં વીજપુરવઠો ગુલ 33 જિલ્લાના 6604 ગામમાં વીજપુરવઠો ખોરવાયો વીજવિભાગે 6601 ગામોમાં પુરવઠો શરૂ કર્યો રાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જિલ્લાના 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે. છોટાઉદેપુરના 3 ગામોમાં વીજપુરવઠો હાલ બંધરાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જગ્યાએ વીજફીડર બંધ થઈ ગયેલ. 84 જેટલા વીજપોલ વરસાદને લઈ જમીનદોસ્ત થયા હતા. જેને લઈને 6604 ગામડાઓમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. જેને લઈને વીજ વિભાગ દ્વારા ભારે જહેમતથી દોઢ કલાક બાદ વીજ પુરવઠો યથાવત કરાયો હતો. હજુ સુધી છોટાઉદેપુરના ત્રણ ગામડાઓમાં લાઈટ ડૂલ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે બંધ રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં વાહનો જઈ શકે તેમ ન હોઈ સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે 6 જેટલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના આણંદ, નર્મદા, સુરત ખાતે સ્ટેટ હાઇવે બંધ છે. તેમજ રાજકોટ, મોરબી, ભરૂચ, બરોડામાં અન્ય 2 માર્ગો બંધ જોવા મળી રહ્યા છે. તેમજ અમદાવાદ અને કચ્છમાં 1-1 માર્ગ બંધ છે. છોટાઉદેપુરમાં 11, નર્મદા 4, પંચમહાલમાં 1, દાહોદ 1, નવસારી 1, વલસાડ 1 માર્ગ બંધ છે. મોરબી 1, જામનગર 2, દ્વારકામાં 2 માર્ગ બંધ છે. ભાવનગરમાં 1, અમરેલીમાં 1, જૂનાગઢમાં 2 માર્ગ બંધ છે. પોરબંદરમાં 6 માર્ગ બંધ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મેઘમહેરને લઈ કેટલાક જિલ્લામાં વીજપુરવઠો ગુલ
- 33 જિલ્લાના 6604 ગામમાં વીજપુરવઠો ખોરવાયો
- વીજવિભાગે 6601 ગામોમાં પુરવઠો શરૂ કર્યો
રાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જિલ્લાના 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે.
છોટાઉદેપુરના 3 ગામોમાં વીજપુરવઠો હાલ બંધ
રાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જગ્યાએ વીજફીડર બંધ થઈ ગયેલ. 84 જેટલા વીજપોલ વરસાદને લઈ જમીનદોસ્ત થયા હતા. જેને લઈને 6604 ગામડાઓમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. જેને લઈને વીજ વિભાગ દ્વારા ભારે જહેમતથી દોઢ કલાક બાદ વીજ પુરવઠો યથાવત કરાયો હતો. હજુ સુધી છોટાઉદેપુરના ત્રણ ગામડાઓમાં લાઈટ ડૂલ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે બંધ
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં વાહનો જઈ શકે તેમ ન હોઈ સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે 6 જેટલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના આણંદ, નર્મદા, સુરત ખાતે સ્ટેટ હાઇવે બંધ છે. તેમજ રાજકોટ, મોરબી, ભરૂચ, બરોડામાં અન્ય 2 માર્ગો બંધ જોવા મળી રહ્યા છે. તેમજ અમદાવાદ અને કચ્છમાં 1-1 માર્ગ બંધ છે. છોટાઉદેપુરમાં 11, નર્મદા 4, પંચમહાલમાં 1, દાહોદ 1, નવસારી 1, વલસાડ 1 માર્ગ બંધ છે. મોરબી 1, જામનગર 2, દ્વારકામાં 2 માર્ગ બંધ છે. ભાવનગરમાં 1, અમરેલીમાં 1, જૂનાગઢમાં 2 માર્ગ બંધ છે. પોરબંદરમાં 6 માર્ગ બંધ થયા છે.