Monkeypox Virus ઉંદર અને ખિસકોલીને પણ લાગે છે,તબીબે આપ્યું મોટુ નિવેદન,જુઓ Video
1958માં પહેલો દર્દી નોંધાયો હતો : તબીબ સામાન્ય રીતે આ રોગ મ્યુટેટ થતો નથી : તબીબ હવે આ રોગ માનવને પણ ચપેટમાં લઇ રહ્યો છે : તબીબ મંકીપોકસ વાયરસ વિશ્વમાં ફેલાવાનુ શરૂ થયો છે,અને આ વાયરસથી હજારો લોકોના મોત પણ થઈ ચૂકયા છે,ત્યારે WHO ( વિશ્વ આરોગ્ય સંસ્થા ) દ્રારા ચેતવણી આપવામાં આવી છે કે આ વાયરસથી બચવું જરૂરી છે,કેમકે આ ચેપી વાયરસ છે અને તે ફેલાય છે,તો બીજી તરફ નિષ્ણાંત તબીબોનું શું કહેવું છે,જાણીએ આ સ્ટોરીમાં. પ્રખ્યાત ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો.હિતેન કારેલીયાનું નિવેદન મંકીપોકસ વાયરસને લઈ ડોકટરનું કહેવું છે કે,સામાન્ય રીતે 3 અઠવાડિયામાં આ રોગ મટી જાય છે.ખેંચ આવવી, માથું દુઃખવું, ઉલટી,ઉબકા આવવા, તાવ વગેરે મંકીપોક્સના લક્ષણો છે,ચેપની શરૂઆતમાં હાથપર શિતળા, અછબળા જેવા ફોલ્લા થાય છે અને તે ફોલ્લામાંથી લોહી કે પરું નિકળે તો સાવધાન રહેવું જોઈએ,1958 માં મંકીપોક્સ વાયરસનો પહેલો દર્દી નોંધાયો હતો.આ વાયરસ વાંદરામાંથી આવ્યો હતો જેથી તેને મંકીપોકસ વાયરસ તરીકે ઓળખાય છે. વાંદરામાંથી વાયરસ આવ્યો મનુષ્યમા આ વાયરસ સૌ પ્રથમ વાંદરમાં દેખાયો હતો,આ વાયરસ ઉંદર અને ખિસકોલીમાં પણ જોવા મળ્યો છે અને હવે આ રોગ માનવને પણ ચપેટમાં લઈ રહ્યો છે.4 ટકા કેસોમાજ આ વાયરસથી મોત નિપજે છે.આફ્રિકાના કોંગોમાં આ વાયરસના વધુ દર્દી નોંધાયા છે.જે લોકો સૌથી વધુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે તે લોકોએ ખાસ આ વાયરસથી ધ્યાન રાખવું જોઈએ,આ વાયરસની હજી સુધી કોઈ વેકિસન શોધાઈ નથી,તો સરકાર અથવા WHOના સહયોગથી આ રસી બને તે જરૂરી બન્યું છે.તે મનુષ્યોમાં કેવી રીતે ફેલાય છે WHO અનુસાર મંકીપોક્સ વાયરસ ઘા, શરીરના પ્રવાહી, ખાંસી અને છીંકના ટીપાં અને પથારી જેવી દૂષિત સામગ્રીના સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. સામાન્ય રીતે મંકીપોક્સથી પીડિત દરેક દસમા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જેમાં સૌથી વધુ મૃત્યુ નાની વયના લોકોમાં થાય છે.WHO કહે છે કે હાલમાં મંકીપોક્સનો કોઈ ઈલાજ નથી. શીતળાની રસી વાયરસને વધુ ગંભીર બનતા અટકાવવા માટે આપવામાં આવે છે. જે લગભગ 85 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં મંકીપોક્સના ગંભીર લક્ષણોને રોકવા માટે દરેક બાળકને બાળપણમાં શીતળાની રસી આપવી જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 1958માં પહેલો દર્દી નોંધાયો હતો : તબીબ
- સામાન્ય રીતે આ રોગ મ્યુટેટ થતો નથી : તબીબ
- હવે આ રોગ માનવને પણ ચપેટમાં લઇ રહ્યો છે : તબીબ
મંકીપોકસ વાયરસ વિશ્વમાં ફેલાવાનુ શરૂ થયો છે,અને આ વાયરસથી હજારો લોકોના મોત પણ થઈ ચૂકયા છે,ત્યારે WHO ( વિશ્વ આરોગ્ય સંસ્થા ) દ્રારા ચેતવણી આપવામાં આવી છે કે આ વાયરસથી બચવું જરૂરી છે,કેમકે આ ચેપી વાયરસ છે અને તે ફેલાય છે,તો બીજી તરફ નિષ્ણાંત તબીબોનું શું કહેવું છે,જાણીએ આ સ્ટોરીમાં.
પ્રખ્યાત ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો.હિતેન કારેલીયાનું નિવેદન
મંકીપોકસ વાયરસને લઈ ડોકટરનું કહેવું છે કે,સામાન્ય રીતે 3 અઠવાડિયામાં આ રોગ મટી જાય છે.ખેંચ આવવી, માથું દુઃખવું, ઉલટી,ઉબકા આવવા, તાવ વગેરે મંકીપોક્સના લક્ષણો છે,ચેપની શરૂઆતમાં હાથપર શિતળા, અછબળા જેવા ફોલ્લા થાય છે અને તે ફોલ્લામાંથી લોહી કે પરું નિકળે તો સાવધાન રહેવું જોઈએ,1958 માં મંકીપોક્સ વાયરસનો પહેલો દર્દી નોંધાયો હતો.આ વાયરસ વાંદરામાંથી આવ્યો હતો જેથી તેને મંકીપોકસ વાયરસ તરીકે ઓળખાય છે.
વાંદરામાંથી વાયરસ આવ્યો મનુષ્યમા
આ વાયરસ સૌ પ્રથમ વાંદરમાં દેખાયો હતો,આ વાયરસ ઉંદર અને ખિસકોલીમાં પણ જોવા મળ્યો છે અને હવે આ રોગ માનવને પણ ચપેટમાં લઈ રહ્યો છે.4 ટકા કેસોમાજ આ વાયરસથી મોત નિપજે છે.આફ્રિકાના કોંગોમાં આ વાયરસના વધુ દર્દી નોંધાયા છે.જે લોકો સૌથી વધુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે તે લોકોએ ખાસ આ વાયરસથી ધ્યાન રાખવું જોઈએ,આ વાયરસની હજી સુધી કોઈ વેકિસન શોધાઈ નથી,તો સરકાર અથવા WHOના સહયોગથી આ રસી બને તે જરૂરી બન્યું છે.
તે મનુષ્યોમાં કેવી રીતે ફેલાય છે
WHO અનુસાર મંકીપોક્સ વાયરસ ઘા, શરીરના પ્રવાહી, ખાંસી અને છીંકના ટીપાં અને પથારી જેવી દૂષિત સામગ્રીના સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. સામાન્ય રીતે મંકીપોક્સથી પીડિત દરેક દસમા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જેમાં સૌથી વધુ મૃત્યુ નાની વયના લોકોમાં થાય છે.WHO કહે છે કે હાલમાં મંકીપોક્સનો કોઈ ઈલાજ નથી. શીતળાની રસી વાયરસને વધુ ગંભીર બનતા અટકાવવા માટે આપવામાં આવે છે. જે લગભગ 85 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં મંકીપોક્સના ગંભીર લક્ષણોને રોકવા માટે દરેક બાળકને બાળપણમાં શીતળાની રસી આપવી જોઈએ.