Local Body Elections 2026: "નાગરિકોના સહકારથી લોકશાહીનું પર્વ સફળ", મતદાન પૂર્ણ થતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે મતદારોનો માન્યો આભાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા આજે અત્યંત શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થઈ છે. વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ અને ટેક્નોલોજીના સ્માર્ટ ઉપયોગને કારણે મતદારોને કોઈ પણ મુશ્કેલી વગર મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હતી. આ સફળતા બદલ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુજીત કુમારે તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે.
QR કોડ અને ટેક્નોલોજીનો સમન્વય
કલેક્ટરે જણાવ્યું હતું કે, આ વખતે મતદાન મથકો શોધવામાં મતદારોને તકલીફ ન પડે તે માટે QR કોડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મતદાન મથક પર લગાવેલા આ કોડને સ્કેન કરીને મતદારોએ પોતાનું વોટર આઈડી નાખતાની સાથે જ કેન્દ્રની માહિતી મેળવી લીધી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
તંત્રની સજ્જતા: સોસાયટી લેવલ સુધી પહોંચ્યું તંત્ર
- જે વિસ્તારોમાં મતદાન મથકોમાં ફેરફાર થયો હતો, ત્યાં તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
- સંબંધિત સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો.
- ફેરફારવાળા સ્થળોએ મોટા બેનરો લગાવીને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
- મતદાન મથકોની બહાર કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તેની સ્પષ્ટ યાદી પ્રદર્શિત કરાઈ હતી.
શાંતિપૂર્ણ મતદાન માટે નાગરિકોનો આભાર
અમદાવાદ જિલ્લા કલેક્ટરે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, "નાગરિકોની જાગૃતિ અને તંત્રના આયોજનને કારણે કોઈ પણ અવરોધ વિના લોકશાહીનું આ મહાપર્વ ઉજવાયું છે." રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ અને સ્થાનિક સ્તરે કરવામાં આવેલી વ્યવસ્થાઓને કારણે છેવાડાના મતદારો પણ સરળતાથી મતદાન કરી શક્યા હતા.
આ પણ વાંચો - Local Body Elections 2026: વડોદરા જિલ્લામાં સરેરાશ ભારે મતદાન, વાઘોડિયા નગરપાલિકા 81.64% સાથે મોખરે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

