Local Body Election 2026: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો

Apr 28, 2026 - 10:30
Local Body Election 2026: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા ઉમેદવારોની વાત કરીએ તો, રિસનાબેન પ્રજાપતિ અને રમીલાબેન ચૌધરીએ મહિલા બેઠકો પર જીત હાંસલ કરી છે.

ભાજપનો કેસરીયો લહેરાયો

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની છે. બંને વોર્ડના ચારે-ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત મેળવતા નગરપાલિકામાં ભાજપની પકડ મજબૂત થઈ છે. વિરોધ પક્ષોના સુપડા સાફ કરી ભાજપે અહીં ક્લીન સ્વીપ કર્યું છે. ડોલવણ તાલુકામાં પણ ભાજપનો દબદબો

તાપી જિલ્લાની ડોલવણ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ડોલવણની મહત્વની ગણાતી બેડા રાયપુરા અને ચુનાવાડી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારોની જીત એ વાતનો સંકેત આપે છે કે સરકારી યોજનાઓ અને પક્ષની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચી છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: કુતિયાણામાં કેસરીયો કે પંજો નહીં, પણ સાયકલ દોડી! કાંધલ જાડેજાની પેનલના રાભીબેન રૈગા વિજેતા જાહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0