Kutchમાં હાઈવે પર પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં રાત્રી દરમિયાન હાઈવે પર તેમજ પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીને ગાંધીધામ B ડિવિજન પોલીસ ઝડપી પાડ્યા છે. ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગ સ્વીફ્ટ કારથી રેઈકી કરવા માટે આવી હોવાની પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે કંડલાથી ગાંધીધામ તરફ આવતા રોડ નજીકથી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીના કબજાની ગાડીમાંથી ચોરીનો સામાન તેમજ પોતાના બચાવ માટે રાખેલ ધારિયુ અને પથ્થર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ગાંધીધામ B ડિવિજન અને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. હાલ પોલીસે આરોપી અજીજ સિધિક સમા, અજીજ સાલે મામદ સમા, અબ્દરહિમ મુસા સમાને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આરોપી પાસેથી સ્વીફ્ટ કાર, 35 લીટર ડીઝલ, મોબાઈલ નંગ 4, ટોર્ચ લાઈટ, ધારીયુ, નાના મોટા પથ્થર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીઝલ ચોરી ગેંગના અન્ય ત્રણ આરોપી ફરાર છે. રજાક અલી મામદ સમા, મીર મામદ સાલે મામદ હિંગોરજા અને દિન મામદ સામે મામદ હિંગોરજા સહિતના આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ડીઝલ ચોરી કરતી ગેંગના આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી અજીજ સિધીક સમા વિરૂધ્ધ આગાઉ ડીજલ ચોરી, મારામારીના ગુના નોંધાયેલા છે. જ્યારે અજીજ સાલે મામદ સમા એક વર્ષ અગાઉ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુનામાં ઝડપાય ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લૂંટ કેસમાં 3 આરોપીઓની કરી ધરપકડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં મોડી સાંજે દુકાનેથી ઘરે જતા સિનિયર સિટીઝન લોહાણા વેપારીની સાથે થયેલા લૂંટ કેસમાં 3 આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. જામ ખંભાળિયામાં રહેતા જાણીતા વેપારી અશોકભાઈ ગોકાણી, 17 ઓક્ટોબરે મોડી સાંજે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા. SNDT સોસાયટીમાં શેરી નંબર 5માં પહોંચતા ઈરાદો પાર પાડવા માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરી અને એકટીવા પરથી પછાડી દીધા બાદમાં તેમની પાસે રહેલી રોકડ રૂપિયા 73,660 ભરેલી થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં રાત્રી દરમિયાન હાઈવે પર તેમજ પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીને ગાંધીધામ B ડિવિજન પોલીસ ઝડપી પાડ્યા છે. ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગ સ્વીફ્ટ કારથી રેઈકી કરવા માટે આવી હોવાની પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી
પોલીસે કંડલાથી ગાંધીધામ તરફ આવતા રોડ નજીકથી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીના કબજાની ગાડીમાંથી ચોરીનો સામાન તેમજ પોતાના બચાવ માટે રાખેલ ધારિયુ અને પથ્થર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ગાંધીધામ B ડિવિજન અને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. હાલ પોલીસે આરોપી અજીજ સિધિક સમા, અજીજ સાલે મામદ સમા, અબ્દરહિમ મુસા સમાને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે આરોપી પાસેથી સ્વીફ્ટ કાર, 35 લીટર ડીઝલ, મોબાઈલ નંગ 4, ટોર્ચ લાઈટ, ધારીયુ, નાના મોટા પથ્થર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીઝલ ચોરી ગેંગના અન્ય ત્રણ આરોપી ફરાર છે. રજાક અલી મામદ સમા, મીર મામદ સાલે મામદ હિંગોરજા અને દિન મામદ સામે મામદ હિંગોરજા સહિતના આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
ડીઝલ ચોરી કરતી ગેંગના આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી અજીજ સિધીક સમા વિરૂધ્ધ આગાઉ ડીજલ ચોરી, મારામારીના ગુના નોંધાયેલા છે. જ્યારે અજીજ સાલે મામદ સમા એક વર્ષ અગાઉ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુનામાં ઝડપાય ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે લૂંટ કેસમાં 3 આરોપીઓની કરી ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં મોડી સાંજે દુકાનેથી ઘરે જતા સિનિયર સિટીઝન લોહાણા વેપારીની સાથે થયેલા લૂંટ કેસમાં 3 આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. જામ ખંભાળિયામાં રહેતા જાણીતા વેપારી અશોકભાઈ ગોકાણી, 17 ઓક્ટોબરે મોડી સાંજે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા.
SNDT સોસાયટીમાં શેરી નંબર 5માં પહોંચતા ઈરાદો પાર પાડવા માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરી અને એકટીવા પરથી પછાડી દીધા બાદમાં તેમની પાસે રહેલી રોકડ રૂપિયા 73,660 ભરેલી થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.