Kutchના વાગડના સુપ્રસિધ્ધ રવેચી માતાજીના મેળામાં ઊમટયું માનવ મહેરામણ
વાગડ વિસ્તારના પૌરાણિક મહત્ત્વ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતાજીનો આજે ભાદરવા સુદ આઠમના દિવસે ભરાયો હતો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર ગુજરાત મુંબઇ રાજસ્થાન દ.ગુજરાત મુંબઇ સહિત ના વિસ્તારોમાંથી લોકો મેળો માણવા ઉમટયા હતા મેળા દરમિયાન એક પરિવાર દ્વારા યાત્રાળુઓને તથા મેળામાં આવતા ભાવિકો માટે ઠંડી છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતુંતો અનેક યાત્રિકો રાપર ભચાઉ રામવાવ સુવઈ આડેસર ભીમાસર ફતેહગઢ સલારી બાલાસર ખડીર પ્રાંથણ સહિતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રીઓ આવ્યા હતા. મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આ વર્ષે વરસાદ વાગડ વિસ્તારમાં સોના સમાન થયો છે એટલે મેળામા માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉમટયું હતુ,મેળામા વિદેશીઓ પણ જોવા મળ્યા હતા મેળામા ખાણીપીણી,રમકડાં, કટલેરી, રમત ગમતના સાધનો, નાટક, સરકસ, નાસ્તા સહિતના સ્ટોલ જોવા મળ્યા હતા તો મોટી રાઇડર્સને તંત્રની મંજૂરી ના મળતાં બંધ જોવા મળી હતી મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપર પીઆઈ જે .બી .બુબડીયા, આડેસર પીઆઈ જે.એમ.વાળા સહિત પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સેવાકીય કાર્યો પણ કરાય છે વાગડના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીકના પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિર ખાતે આજે ભાદરવા સુદ આઠમના દિવસે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો છે. જેમાં સ્થાનિક સાથે સમગ્ર કચ્છ અને મુંબઇ વસતા ભાવિકો ખાસ માતાજીના દર્શને આવી પહોંચ્યા છે. મેળા અંદર વાગડ વિસ્તારના ગ્રામીણ લોકો પોતાના પરંપરાગત પ્રાદેશિક વસ્ત્રો અને મોંઘાદાટ ઘરેણાઓ પહેરી મેળો મહાલવા ઉમટી પડ્યા છે. જેને લઈ એક સ્થળે વિવિધ લોક સંસ્કૃતિના પણ દર્શન થઈ રહ્યા છે. મેળા નિમિતે અનેક વિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા છે. મેળાનું મહત્વ ગુજરાતમાં યોજાતા લોકમેળાઓ મહદઅંશે ધાર્મિક તહેવારો પ્રસંગો કે માન્યતાઓના અનુસંધાનમાં યોજાય છે.[૬] ભગવાન શંકર, રામ,કૃષ્ણ, હનુમાન, તથા અંબાજી, બહુચરાજી, સીતા માતા, ખોડીયાર માતા જેવા દેવી-દેવતાઓના પર્વ પ્રસંગે યોજાતા હોય છે, એવી જ રીતે સહજાનંદ સ્વામી, કબીર, ઓઘડદાદા ભાથી-ખત્રી, જલારામ બાપા જેવા સંતો તથા મુસ્લિમ પીર-ઓલિયા મીરા દાતાર, હઝરતપીર, નરુદ્દીન ઓલિયા વગેરેની યાદમાં ભરાય છે. આવા ધાર્મિક મહત્વ ના મેળા વાસ્તવમાં બિનસાંપ્રદાયિક મૂલ્ય ધરાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાગડ વિસ્તારના પૌરાણિક મહત્ત્વ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતાજીનો આજે ભાદરવા સુદ આઠમના દિવસે ભરાયો હતો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર ગુજરાત મુંબઇ રાજસ્થાન દ.ગુજરાત મુંબઇ સહિત ના વિસ્તારોમાંથી લોકો મેળો માણવા ઉમટયા હતા મેળા દરમિયાન એક પરિવાર દ્વારા યાત્રાળુઓને તથા મેળામાં આવતા ભાવિકો માટે ઠંડી છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતુંતો અનેક યાત્રિકો રાપર ભચાઉ રામવાવ સુવઈ આડેસર ભીમાસર ફતેહગઢ સલારી બાલાસર ખડીર પ્રાંથણ સહિતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રીઓ આવ્યા હતા.
મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ વર્ષે વરસાદ વાગડ વિસ્તારમાં સોના સમાન થયો છે એટલે મેળામા માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉમટયું હતુ,મેળામા વિદેશીઓ પણ જોવા મળ્યા હતા મેળામા ખાણીપીણી,રમકડાં, કટલેરી, રમત ગમતના સાધનો, નાટક, સરકસ, નાસ્તા સહિતના સ્ટોલ જોવા મળ્યા હતા તો મોટી રાઇડર્સને તંત્રની મંજૂરી ના મળતાં બંધ જોવા મળી હતી મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપર પીઆઈ જે .બી .બુબડીયા, આડેસર પીઆઈ જે.એમ.વાળા સહિત પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સેવાકીય કાર્યો પણ કરાય છે
વાગડના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીકના પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિર ખાતે આજે ભાદરવા સુદ આઠમના દિવસે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો છે. જેમાં સ્થાનિક સાથે સમગ્ર કચ્છ અને મુંબઇ વસતા ભાવિકો ખાસ માતાજીના દર્શને આવી પહોંચ્યા છે. મેળા અંદર વાગડ વિસ્તારના ગ્રામીણ લોકો પોતાના પરંપરાગત પ્રાદેશિક વસ્ત્રો અને મોંઘાદાટ ઘરેણાઓ પહેરી મેળો મહાલવા ઉમટી પડ્યા છે. જેને લઈ એક સ્થળે વિવિધ લોક સંસ્કૃતિના પણ દર્શન થઈ રહ્યા છે. મેળા નિમિતે અનેક વિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા છે.
મેળાનું મહત્વ
ગુજરાતમાં યોજાતા લોકમેળાઓ મહદઅંશે ધાર્મિક તહેવારો પ્રસંગો કે માન્યતાઓના અનુસંધાનમાં યોજાય છે.[૬] ભગવાન શંકર, રામ,કૃષ્ણ, હનુમાન, તથા અંબાજી, બહુચરાજી, સીતા માતા, ખોડીયાર માતા જેવા દેવી-દેવતાઓના પર્વ પ્રસંગે યોજાતા હોય છે, એવી જ રીતે સહજાનંદ સ્વામી, કબીર, ઓઘડદાદા ભાથી-ખત્રી, જલારામ બાપા જેવા સંતો તથા મુસ્લિમ પીર-ઓલિયા મીરા દાતાર, હઝરતપીર, નરુદ્દીન ઓલિયા વગેરેની યાદમાં ભરાય છે. આવા ધાર્મિક મહત્વ ના મેળા વાસ્તવમાં બિનસાંપ્રદાયિક મૂલ્ય ધરાવે છે.