Kutchના પાટનગર ભુજ શહેરનો આજે 477મો સ્થાપના દિવસ, વાંચો Special Story

કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે 477 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભુજના સ્થાપના દિવસ નિમિતે દરબારગઢ ખાતે ખીલી પૂજન યોજાયું હતું જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પંરપરા વર્ષોથી યથાવત કચ્છના પાટનગર ગણાતાભુજનો આજે 477 સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.સવંત 1605 માં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી.સ્થાપના દિવસની ઉજવણી અને ખુલીપૂજન પંરપરા આજે યથાવત જોવા મળી રહી છે રાજાશાહી સમયમાં કચ્છના મહારાજાના હસ્તે ખીલીપૂજનવિધિ કરવામાં આવતી હતી.આજે પરંપરા ભુજ નગરપાલિકા આગળ ધપાવી રહી છે દર વર્ષે ભુજ શહેરની સ્થાપના દિવસ ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધી કરવામાં આવી હતી.આજે ભુજ પાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીના હસ્તે ખુલી પૂજન કરવામાં આવ્યું હતું. ભુજે અનેક કુદરતી સમસ્યાનો સામનો કર્યો ભુજની સ્થાપના લઈને અત્યારસુધીમાં ભુજ શહેર અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે.ભુજમાં ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત સામનો કરી ચુક્યો છે.જેમાં ૨૦૦૧માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહી થાય આજે ભુજ ૨૦૦૧ ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે.ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે.સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે.દરવર્ષે લાખોપ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે.ભુજ આવેલ એતિહાસિક આયનામહેલ ,પ્રાગમહેલ , સ્વામીનારાયણ મંદિર , હમીરસર તળાવ , છતરડી મ્યુઝીયમ સહિતના અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. 18 રાજવીઓએ રાજ કર્યુ રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું.જેમાં ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજીપહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિતના રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું.રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના સમયના ભુજ શહેર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.ભુજના દરબાર ગઢ ખાતે ભુજ શહેરના 477માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

Kutchના પાટનગર ભુજ શહેરનો આજે 477મો સ્થાપના દિવસ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે 477 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભુજના સ્થાપના દિવસ નિમિતે દરબારગઢ ખાતે ખીલી પૂજન યોજાયું હતું જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

પંરપરા વર્ષોથી યથાવત

કચ્છના પાટનગર ગણાતાભુજનો આજે 477 સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.સવંત 1605 માં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી.સ્થાપના દિવસની ઉજવણી અને ખુલીપૂજન પંરપરા આજે યથાવત જોવા મળી રહી છે રાજાશાહી સમયમાં કચ્છના મહારાજાના હસ્તે ખીલીપૂજનવિધિ કરવામાં આવતી હતી.આજે પરંપરા ભુજ નગરપાલિકા આગળ ધપાવી રહી છે દર વર્ષે ભુજ શહેરની સ્થાપના દિવસ ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધી કરવામાં આવી હતી.આજે ભુજ પાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીના હસ્તે ખુલી પૂજન કરવામાં આવ્યું હતું.


ભુજે અનેક કુદરતી સમસ્યાનો સામનો કર્યો

ભુજની સ્થાપના લઈને અત્યારસુધીમાં ભુજ શહેર અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે.ભુજમાં ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત સામનો કરી ચુક્યો છે.જેમાં ૨૦૦૧માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહી થાય આજે ભુજ ૨૦૦૧ ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે.ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે.સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે.દરવર્ષે લાખોપ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે.ભુજ આવેલ એતિહાસિક આયનામહેલ ,પ્રાગમહેલ , સ્વામીનારાયણ મંદિર , હમીરસર તળાવ , છતરડી મ્યુઝીયમ સહિતના અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

18 રાજવીઓએ રાજ કર્યુ

રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું.જેમાં ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજીપહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિતના રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું.રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના સમયના ભુજ શહેર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.ભુજના દરબાર ગઢ ખાતે ભુજ શહેરના 477માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.