Khyati Hospitalના નફ્ફટ ડોકટર પ્રશાંત વજીરાની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

અમદાવાદના વસ્ત્રાપુરમાં ખ્યાતિ હોસ્પિટલના નફ્ફટ ડોકટર પ્રશાંત વજીરાની ધરપકડ કરવામાં આવી છે,વસ્ત્રાપુર પોલીસે આ ડોકટરની ધરપકડ કરી છે.ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે,અને બોરીસણા ગામના ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારીની પણ પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરશે.ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહીનો ધમધમાટ ખ્યાતિ હોસ્પિટલને લઈ દર્દીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે,વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને દર્દીઓ પહોંચી ગયા છે અને પોલીસને નિવેદન લખાવી રહ્યાં છે.પોલીસ પણ શું સારવાર લઈને આવ્યા તેને લઈ દર્દીઓના નિવેદન નોંધી રહી છે.કોઈને કોઈને છાતીમાં દુઃખાવો તો કોઈને ચક્કરની તકલીફ થઈ રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે. આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.

Khyati Hospitalના નફ્ફટ ડોકટર પ્રશાંત વજીરાની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વસ્ત્રાપુરમાં ખ્યાતિ હોસ્પિટલના નફ્ફટ ડોકટર પ્રશાંત વજીરાની ધરપકડ કરવામાં આવી છે,વસ્ત્રાપુર પોલીસે આ ડોકટરની ધરપકડ કરી છે.ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે,અને બોરીસણા ગામના ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારીની પણ પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરશે.

ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહીનો ધમધમાટ

ખ્યાતિ હોસ્પિટલને લઈ દર્દીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે,વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને દર્દીઓ પહોંચી ગયા છે અને પોલીસને નિવેદન લખાવી રહ્યાં છે.પોલીસ પણ શું સારવાર લઈને આવ્યા તેને લઈ દર્દીઓના નિવેદન નોંધી રહી છે.કોઈને કોઈને છાતીમાં દુઃખાવો તો કોઈને ચક્કરની તકલીફ થઈ રહી છે.

ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ

આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે.

આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.