Kachchh News:ભુજમાં કાર સ્ટંટબાજ વિરુદ્ધ કાર્યવાહી, જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાઠ ભણાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાઇક ચાલકો ઘણી વાર જીવના જોખમે સ્ટંટ કરતા જોવા મળે છે. તો ઘણી વાર આવા સ્ટંટ કરતાં અકસ્માત પણ થવાનો ભય રહે છે. પોલીસ દ્વારા આવી રીતે જાહેરમાં સ્ટંટ કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. ત્યારે ભુજ નખત્રાણા હાઇવે પર સ્ટંટ કરનાર કાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટંટ કરનાર કાર ચાલકનો કારમાંથી બહાર નીકળી સ્ટંટ કરતો વીડિયો વાઇરલ કરતા ઝડપાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસે કાર સ્ટંટબાજ મયુર નાકરાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
કાર સ્ટંટબાજને જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપ્યો
ભુજના નખત્રાણા હાઈવે પર એક કાર સ્ટંટબાજને જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટંટબાજ મયુર નાકરાણી નામના વ્યક્તિએ કારની બહાર નીકળતો સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો અને તેણે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આ વીડિયો બનાવ્યો હતો. જેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસે તેને ઝડપીને સારો એવો પાઠ ભણાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘણીવાર લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આવા સ્ટંટ કરીને પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકે છે. તેથી ટ્રાફિક પોલીસ દ્વારા આવા નબીરાઓ વિરૂધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે બની રહે તે માટે કાર કે અન્ય વાહનો પર જાહેરમાં સ્ટંટ કરતા નબીરાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ આ નબીરાઓ સુધરતા નથી.
સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવ્યો વીડિયો
આવી રીતે ઘણા સ્ટંટબાજો પકડાય છે. આવી જ રીતે સુરત શહેરમાં ડુમસ રોડ પર સ્ટંટબાજીને ઉમરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. રિલ્સના ચક્કરમાં યુવાને બાઇકને છૂટાહાથે બાઇક ચલાવતો વીડિયોમાં નજરે પડ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં બાઈક ચાલક અંકુર લામણ જાદવની ધરપકડ કરી હતી. આવા જોખમી સ્ટંટ નહીં કરવાનો સંદેશ અને ફરીવાર આ પ્રકારના કસ્ટંટ નહીં કરે એવી કબૂલાત કરીને અંકુર જાદવે પોલીસ સમક્ષ માફી માંગી હતી.
What's Your Reaction?






