Junagadh: વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, પોલીસે આરોપીની કરી ધરપકડ

દિવસે દિવસે સોશિયલ મીડિયાનો ગેરૂપયોગ વધી રહ્યો છે અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ગેરૂપયોગ કરે છે યુવાને સમાધાન કરાવવા 15 લાખની માંગણી કરી દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો ગેર ઉપયોગ વધી રહ્યો છે અને કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં જૂનાગઢના એક સોની વેપારી ફસાઈ ગયા અને આરોપીએ 2 લાખ રૂપિયા પડાવી લીધા. સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા જૂનાગઢના સોની બજારમાં કરસનજી મેઘજી નામની દુકાનમાં બેસી સોના ચાંદીનો વેપાર કરતાં કપિલભાઈ પાલા નામના સોની વેપારીને સોશિયલ મીડિયાના ઉપયોગનો કડવો અનુભવ થયો હતો ઈન્સ્ટાગ્રામમાં રુચિતા પટેલ નામની ફેક આઈડી માંથી સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા હતા અને તમારી સ્માઈલ મને ગમે છે તમે મને ગમો છો તેવા મેસેજ આવતા હોવાથી કપિલ પાલા નામના વેપારીએ આ આઈડીને બ્લોક કરી દીધું હતું. સોની વેપારીને યુવાન મળવા આવ્યો ત્યારબાદ ગત તારીખ 5 ના રોજ સોની વેપારીને હાર્દિક દાણીધારીયા નામનો યુવાન મળવા આવ્યો હતો અને કપિલ પાલા નામના સોની વેપારીને મળી તમે રુચિતા પટેલને ઓળખો છો? તમારા બંનેની ઇન્સ્ટા આઈડીની ચેટ તેમના પરિવારજનોને અને પતિને જાણ થઈ ગઈ છે અને તેના ઘરમાં મોટો ઝઘડો થયો છે તેમ કહી ડરાવ્યા હતા. અને રુચિતા પટેલ ના પરિવારજનો અને પતિ તમને શોધી રહ્યા છે અને તમારી સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી રહ્યા છે. ત્યારબાદ અવારનવાર વોટસએપ કોલિંગ મારફત હાર્દિક દાણીધારીય નામના યુવાને સમાધાન કરાવવા 15 લાખની માંગણી કરી હતી. અને અંતે દસ લાખમાં સમાધાન કરાવી આપીશ તેવું જણાવી કપિલ પાલા પાસેથી રૂપિયા બે લાખ પડાવી પણ લીધા હતા. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બે લાખ રૂપિયા પડાવી લીધા બાદ બાકીના પૈસા અંગે અવારનવાર તેમની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. અને જેને કારણે સોની વેપારી કપિલ પાલા ચિંતામાં રહેવા લાગતા અંતે તેમનું બીપી વધી ગયું હતું અને ટેન્શનમાં હોવાથી તેમના પરિવારજનોને પણ શંકા જતા તેની પૂછપરછ કરતા કપિલ ભાઈ પાલાયે સમગ્ર ઘટનાની વાત તેમના પરિવારજનોને કરી દીધી હતી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવામાં આવશે તેમ જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની જાણ પરિવારને કરતા અંતે પરિવારે તેમનો સાથ આપી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક આઈડી બનાવી આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક આઈડી બનાવી આ આરોપીએ અન્ય કોઈ લોકોની સાથે જ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે અને હાલ અલગ અલગ કલમ હેઠલ ગુનો નોંધી આરોપીને સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે

Junagadh: વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, પોલીસે આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિવસે દિવસે સોશિયલ મીડિયાનો ગેરૂપયોગ વધી રહ્યો છે
  • અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ગેરૂપયોગ કરે છે
  • યુવાને સમાધાન કરાવવા 15 લાખની માંગણી કરી

દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો ગેર ઉપયોગ વધી રહ્યો છે અને કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં જૂનાગઢના એક સોની વેપારી ફસાઈ ગયા અને આરોપીએ 2 લાખ રૂપિયા પડાવી લીધા.

સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા

જૂનાગઢના સોની બજારમાં કરસનજી મેઘજી નામની દુકાનમાં બેસી સોના ચાંદીનો વેપાર કરતાં કપિલભાઈ પાલા નામના સોની વેપારીને સોશિયલ મીડિયાના ઉપયોગનો કડવો અનુભવ થયો હતો ઈન્સ્ટાગ્રામમાં રુચિતા પટેલ નામની ફેક આઈડી માંથી સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા હતા અને તમારી સ્માઈલ મને ગમે છે તમે મને ગમો છો તેવા મેસેજ આવતા હોવાથી કપિલ પાલા નામના વેપારીએ આ આઈડીને બ્લોક કરી દીધું હતું.

સોની વેપારીને યુવાન મળવા આવ્યો

ત્યારબાદ ગત તારીખ 5 ના રોજ સોની વેપારીને હાર્દિક દાણીધારીયા નામનો યુવાન મળવા આવ્યો હતો અને કપિલ પાલા નામના સોની વેપારીને મળી તમે રુચિતા પટેલને ઓળખો છો? તમારા બંનેની ઇન્સ્ટા આઈડીની ચેટ તેમના પરિવારજનોને અને પતિને જાણ થઈ ગઈ છે અને તેના ઘરમાં મોટો ઝઘડો થયો છે તેમ કહી ડરાવ્યા હતા. અને રુચિતા પટેલ ના પરિવારજનો અને પતિ તમને શોધી રહ્યા છે અને તમારી સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી રહ્યા છે. ત્યારબાદ અવારનવાર વોટસએપ કોલિંગ મારફત હાર્દિક દાણીધારીય નામના યુવાને સમાધાન કરાવવા 15 લાખની માંગણી કરી હતી. અને અંતે દસ લાખમાં સમાધાન કરાવી આપીશ તેવું જણાવી કપિલ પાલા પાસેથી રૂપિયા બે લાખ પડાવી પણ લીધા હતા.

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

બે લાખ રૂપિયા પડાવી લીધા બાદ બાકીના પૈસા અંગે અવારનવાર તેમની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. અને જેને કારણે સોની વેપારી કપિલ પાલા ચિંતામાં રહેવા લાગતા અંતે તેમનું બીપી વધી ગયું હતું અને ટેન્શનમાં હોવાથી તેમના પરિવારજનોને પણ શંકા જતા તેની પૂછપરછ કરતા કપિલ ભાઈ પાલાયે સમગ્ર ઘટનાની વાત તેમના પરિવારજનોને કરી દીધી હતી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવામાં આવશે તેમ જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની જાણ પરિવારને કરતા અંતે પરિવારે તેમનો સાથ આપી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક આઈડી બનાવી

આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક આઈડી બનાવી આ આરોપીએ અન્ય કોઈ લોકોની સાથે જ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે અને હાલ અલગ અલગ કલમ હેઠલ ગુનો નોંધી આરોપીને સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે