Jamnagar : રણજીત સાગર પાસેના ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન પ્રસંગે ભીષણ આગ, મંડપ અને સામાન બળીને ખાખ

May 2, 2026 - 16:00
Jamnagar : રણજીત સાગર પાસેના ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન પ્રસંગે ભીષણ આગ, મંડપ અને સામાન બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના રણજીત સાગર ડેમ રોડ પર આવેલા પ્રસિદ્ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આગ લાગી ત્યારે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં લગ્ન માટેનો ભવ્ય મંડપ, ટેબલ-ખુરશી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

 મંડપના ભાગે આગ લાગી

મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન સમારંભની તૈયારીઓ અને પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મંડપના ભાગે આગ લાગી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્નમાં આવેલા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની લપેટમાં મંડપનો ડેકોરેશનનો સામાન અને ખુરશીઓ આવતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા મહેમાનો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી



આ પણ વાંચો----  Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0