Jamnagar: જિલ્લામાં મેઘ તાંડવથી ખેડૂતોને મોટી મુશ્કેલી, પાકની સાથે જમીનો પણ ધોવાઈ

10થી 30 ઈંચ વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામીકપાસ અને તુવેર જેવા મુખ્ય કૃષિ પાકો નિષ્ફળ જવાની ભીતિ સર્વે થયા બાદ સાચી નુકસાનીનો આંકડો બહાર આવશે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસ અષાઢી માહોલની જેમ વ્યાપક વરસાદ વરસતા જામનગર જિલ્લા પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે રસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી લથબથ થઈ ગયા છે અને સેંકડો ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ગઈકાલથી વરસાદનું જોર ઘટયા બાદ છેલ્લા 48 કલાકથી મેઘ વિરામ થતાં લોકો અને તંત્રને હાશકારો થયો છે. જામનગરમાં સાર્વત્રિક 10થી 30 ઈંચ વરસાદ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તહેવાર તાણે જ મેઘ તાંડવથી અનેક વિસ્તારો વિખૂટા પડયા હતા. સાર્વત્રિક 10થી 30 ઈંચ વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. શહેરોમાંથી પૂરના પાણી ઓસર્યા છે. જ્યારે ખેતરો હજૂ પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પશુધન માટે ઘાસચારો સહિતના ઉભા પાકોના સોંથ વળી ગયા ત્યારે જોડીયા તાલુકાની વાત કરીએ તો આ વિસ્તારમાં વધુ વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. નદી કાંઠાના વિસ્તારમાં પાકના ધોવાણની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. આ વિસ્તારમાં ખેડૂતોએ તલ, કપાસ, મગફળી, તુવેર, પશુધન માટે ઘાસચારો સહિતના ઉભા પાકોના સોંથ વળી ગયા છે. ત્યારે જોડિયા તાલુકા ખેડૂતોએ તાકીદે સર્વે હાથ ધરવા માગણી કરી છે. ગામોમાં પૂરના ધસમસતા પ્રવાહે કૃષિક્ષેત્રે ભારે તારાજી સર્જી વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે આજી-4 ડેમ હેઠવાસના પૂર પ્રભાવિત બાલંભા, રણજીતપર, હિરાપર, સામપર, તેમજ ઊંડ-2 ડેમ હેઠળના કુનડ, ભાદરા, બાદનપર, જોડિયા, આણદા વગેરે નદી કાંઠાળ ગામોમાં પૂરના ધસમસતા પ્રવાહે કૃષિક્ષેત્રે ભારે તારાજી સર્જી છે. ખેતરોમાં પાણી ભરેલા રહેવાને કારણે ઓછા વધતા પ્રમાણમાં કપાસ અને તુવેર જેવા મુખ્ય કૃષિ પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે. મોટાભાગના ઉભા પાકનો સોંથ વળી ગયો છે. જ્યારે લાખો હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે. દરમિયાન આજે ચાર દિવસ પછી જામનગર જિલ્લામાં ઘણા હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે. જો કે, આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું કે ખેતીપાકમાં નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વે થયા બાદ સાચી નુકશાનીનો આંકડો બહાર આવશે. 

Jamnagar: જિલ્લામાં મેઘ તાંડવથી ખેડૂતોને મોટી મુશ્કેલી, પાકની સાથે જમીનો પણ ધોવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10થી 30 ઈંચ વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી
  • કપાસ અને તુવેર જેવા મુખ્ય કૃષિ પાકો નિષ્ફળ જવાની ભીતિ
  • સર્વે થયા બાદ સાચી નુકસાનીનો આંકડો બહાર આવશે

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસ અષાઢી માહોલની જેમ વ્યાપક વરસાદ વરસતા જામનગર જિલ્લા પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે રસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી લથબથ થઈ ગયા છે અને સેંકડો ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ગઈકાલથી વરસાદનું જોર ઘટયા બાદ છેલ્લા 48 કલાકથી મેઘ વિરામ થતાં લોકો અને તંત્રને હાશકારો થયો છે.

જામનગરમાં સાર્વત્રિક 10થી 30 ઈંચ વરસાદ

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તહેવાર તાણે જ મેઘ તાંડવથી અનેક વિસ્તારો વિખૂટા પડયા હતા. સાર્વત્રિક 10થી 30 ઈંચ વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. શહેરોમાંથી પૂરના પાણી ઓસર્યા છે. જ્યારે ખેતરો હજૂ પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.


પશુધન માટે ઘાસચારો સહિતના ઉભા પાકોના સોંથ વળી ગયા

ત્યારે જોડીયા તાલુકાની વાત કરીએ તો આ વિસ્તારમાં વધુ વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. નદી કાંઠાના વિસ્તારમાં પાકના ધોવાણની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. આ વિસ્તારમાં ખેડૂતોએ તલ, કપાસ, મગફળી, તુવેર, પશુધન માટે ઘાસચારો સહિતના ઉભા પાકોના સોંથ વળી ગયા છે. ત્યારે જોડિયા તાલુકા ખેડૂતોએ તાકીદે સર્વે હાથ ધરવા માગણી કરી છે.

ગામોમાં પૂરના ધસમસતા પ્રવાહે કૃષિક્ષેત્રે ભારે તારાજી સર્જી

વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે આજી-4 ડેમ હેઠવાસના પૂર પ્રભાવિત બાલંભા, રણજીતપર, હિરાપર, સામપર, તેમજ ઊંડ-2 ડેમ હેઠળના કુનડ, ભાદરા, બાદનપર, જોડિયા, આણદા વગેરે નદી કાંઠાળ ગામોમાં પૂરના ધસમસતા પ્રવાહે કૃષિક્ષેત્રે ભારે તારાજી સર્જી છે. ખેતરોમાં પાણી ભરેલા રહેવાને કારણે ઓછા વધતા પ્રમાણમાં કપાસ અને તુવેર જેવા મુખ્ય કૃષિ પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે. મોટાભાગના ઉભા પાકનો સોંથ વળી ગયો છે. જ્યારે લાખો હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે. દરમિયાન આજે ચાર દિવસ પછી જામનગર જિલ્લામાં ઘણા હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે. જો કે, આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું કે ખેતીપાકમાં નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વે થયા બાદ સાચી નુકશાનીનો આંકડો બહાર આવશે.