જામનગરનો જીવાદોરી સમાન રણજીતડેમ છલકાયો છે, ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાં નવા નીરની આવક થઈ છે, રણજીત સાગર ડેમ ઓવરફલો થતા જામનગરમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને જામનગરવાસીઓની પીવાના પાણીની વિકટ સમસ્યાનો અંત આવ્યો છે. ગઈકાલે પણ જામનગર શહેરમાં વરસાદ વરસ્યો હતો.
જામનગર જિલ્લામાં વરસાદ
જામનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જોડિયાના લીંબુડા, હડિયાણા, કુનડમાં વરસાદ છે સાથે સાથે માનપર સહિત આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે, રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે, ગઈકાલે કાલાવડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે, વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો અને લીલોછમ પાક થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.
જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પાછલા અમુક દિવસથી મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે. 22 જૂનથી 23 જૂન 2025 દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ અને કચ્છનાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.