IIM અમદાવાદમાં CMOના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાઈ ચિંતન શિબિર
મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આઈ.આઈ .એમ .અમદાવાદમાં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે. જે કંઈ કામગીરી કરીએ તેનું સમયાંતરે ચિંતન થવું ખુબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી' તથા 'ચિંતન શિબિર'ની સંકલ્પના આપી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી' તથા 'ચિંતન શિબિર'ની સંકલ્પના આપી, એનું હાર્દ જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, તેના વિશે ચિંતન કરીએ. ચિંતન કરવાથી કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ વધુ સારી રીતે કરતા થવાની આદત પડી જાય છે. ચિંતન નથી થતું ત્યારે જ સમસ્યાઓ ઉભી થતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે આપણે તમામ કામ અને આપણી કામ કરવાની પદ્ધતિ અંગે ચિંતન કરવાનું છે અને કોઈ અન્ય વ્યક્તિની સાથે સરખામણી કર્યા વગર પોતાની ભૂમિકાને સારી રીતે ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે શીખવાની, ભણવાની કે જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. આવી ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય પણ એજ છે. સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય જરૂરી: CM મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય હોવો ખુબ જરૂરી છે. મુખ્યપ્રધાનના કાર્યાલયમાં કામ કરતા લોકોની વર્તણૂકની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાતી હોય છે, એટલે જ આપણી જવાબદારી વિશેષ બને છે. તમારી વર્તણૂક સીએમ ઓફિસનું પ્રતિબિંબ છે. CMએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા જતાં સમયમાં લોકોની અપેક્ષાઓ સતત વધી રહી છે. તેને પણ ધ્યાનમાં રાખીને આપણે સૌએ વધુ સજ્જતા કેળવવી પડશે અને આપણને સૌને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે એક સારા ટ્રસ્ટી તરીકે સેવા ભાવથી આપણી ભૂમિકા ભજવવાની છે. ચિંતન શિબિરમાં સ્પીચ આપતા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે પણ જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં લર્નિંગ અને શેરિંગ કરવાથી ટીમ બોન્ડિંગમાં વધારો થાય છે. CMના કાર્યાલયની નિર્ણાયક ભૂમિકા હોય છે, ત્યારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલ એપ્રોચ કેળવવાનું કામ પણ આવી શિબિર દ્વારા થઈ શકે છે. CMના સચિવ અવંતિકા સિંઘે આ ચિંતન શિબિરનો કર્યો ઉલ્લેખ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે ગત ચિંતન શિબિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ચિંતન શિબિર પછી સૌની ઊર્જામાં ઉમેરો થયો હતો અને સજ્જતાની સાથે સાથે અભિગમમાં પણ સકારાત્મક પરિણામો જોવાં મળ્યાં હતાં. બદલાતા જતા સમયમાં અનેક અનિશ્ચિતતાઓ વારંવાર ઉભા થતાં પ્રશ્નો અને વિવિધ પડકારો વચ્ચે સજ્જતા, ટીમ વર્ક અને પ્રો-એક્ટિવ એપ્રોચ દ્વારા જ મુખ્યમંત્રીના કાર્યાલયની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય છે. આ દિશામાં વધુ આગળ જવા માટે આ ચિંતન શિબિર ખુબ જ ફળદાયી નીવડશે, એવી આશા સચિવે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને SOULના વાઈસ ચેરમેન હસમુખ અઢીયા દ્વારા ટાઈમ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેશન લેવામાં આવ્યું હતું. આ દરમિયાન વાઈસ ચેરમેને સ્ટ્રેસ મેનેજમેન્ટની કેટલીક ટિપ્સ આપતા પારિવારિક સંબંધો, પૂરતી ઊંઘ, ધ્યાન તથા કર્મના સિદ્ધાંતો સમજવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે PORT એટલે કે પઝેશન્સ, ઓબ્લિગેશન્સ, રિલેશન્સ અને ટ્રાન્ઝેક્શનની પણ થિયરી સમજાવી હતી. તમને જણાવી દઈએ કે આ ચિંતન શિબિરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ, ડિજિટલાઈઝેશન, ટીમ બિલ્ડિંગ, કોમ્યૂનિકેશન વગેરે અલગ અલગ વિષયો પર વિવિધ સેશન્સ યોજાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આઈ.આઈ .એમ .અમદાવાદમાં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે. જે કંઈ કામગીરી કરીએ તેનું સમયાંતરે ચિંતન થવું ખુબ જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી' તથા 'ચિંતન શિબિર'ની સંકલ્પના આપી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી' તથા 'ચિંતન શિબિર'ની સંકલ્પના આપી, એનું હાર્દ જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, તેના વિશે ચિંતન કરીએ. ચિંતન કરવાથી કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ વધુ સારી રીતે કરતા થવાની આદત પડી જાય છે. ચિંતન નથી થતું ત્યારે જ સમસ્યાઓ ઉભી થતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે આપણે તમામ કામ અને આપણી કામ કરવાની પદ્ધતિ અંગે ચિંતન કરવાનું છે અને કોઈ અન્ય વ્યક્તિની સાથે સરખામણી કર્યા વગર પોતાની ભૂમિકાને સારી રીતે ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે શીખવાની, ભણવાની કે જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. આવી ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય પણ એજ છે.
સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય જરૂરી: CM
મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય હોવો ખુબ જરૂરી છે. મુખ્યપ્રધાનના કાર્યાલયમાં કામ કરતા લોકોની વર્તણૂકની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાતી હોય છે, એટલે જ આપણી જવાબદારી વિશેષ બને છે. તમારી વર્તણૂક સીએમ ઓફિસનું પ્રતિબિંબ છે. CMએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા જતાં સમયમાં લોકોની અપેક્ષાઓ સતત વધી રહી છે. તેને પણ ધ્યાનમાં રાખીને આપણે સૌએ વધુ સજ્જતા કેળવવી પડશે અને આપણને સૌને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે એક સારા ટ્રસ્ટી તરીકે સેવા ભાવથી આપણી ભૂમિકા ભજવવાની છે.
ચિંતન શિબિરમાં સ્પીચ આપતા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે પણ જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં લર્નિંગ અને શેરિંગ કરવાથી ટીમ બોન્ડિંગમાં વધારો થાય છે. CMના કાર્યાલયની નિર્ણાયક ભૂમિકા હોય છે, ત્યારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલ એપ્રોચ કેળવવાનું કામ પણ આવી શિબિર દ્વારા થઈ શકે છે.
CMના સચિવ અવંતિકા સિંઘે આ ચિંતન શિબિરનો કર્યો ઉલ્લેખ
મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે ગત ચિંતન શિબિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ચિંતન શિબિર પછી સૌની ઊર્જામાં ઉમેરો થયો હતો અને સજ્જતાની સાથે સાથે અભિગમમાં પણ સકારાત્મક પરિણામો જોવાં મળ્યાં હતાં. બદલાતા જતા સમયમાં અનેક અનિશ્ચિતતાઓ વારંવાર ઉભા થતાં પ્રશ્નો અને વિવિધ પડકારો વચ્ચે સજ્જતા, ટીમ વર્ક અને પ્રો-એક્ટિવ એપ્રોચ દ્વારા જ મુખ્યમંત્રીના કાર્યાલયની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય છે. આ દિશામાં વધુ આગળ જવા માટે આ ચિંતન શિબિર ખુબ જ ફળદાયી નીવડશે, એવી આશા સચિવે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને SOULના વાઈસ ચેરમેન હસમુખ અઢીયા દ્વારા ટાઈમ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેશન લેવામાં આવ્યું હતું. આ દરમિયાન વાઈસ ચેરમેને સ્ટ્રેસ મેનેજમેન્ટની કેટલીક ટિપ્સ આપતા પારિવારિક સંબંધો, પૂરતી ઊંઘ, ધ્યાન તથા કર્મના સિદ્ધાંતો સમજવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે PORT એટલે કે પઝેશન્સ, ઓબ્લિગેશન્સ, રિલેશન્સ અને ટ્રાન્ઝેક્શનની પણ થિયરી સમજાવી હતી.
તમને જણાવી દઈએ કે આ ચિંતન શિબિરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ, ડિજિટલાઈઝેશન, ટીમ બિલ્ડિંગ, કોમ્યૂનિકેશન વગેરે અલગ અલગ વિષયો પર વિવિધ સેશન્સ યોજાયા હતા.