Himatnagar: અકસ્માતમાં 7 યુવાનોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર જાગ્યું! સ્થળ તપાસ કરી
હિંમતનગર સહકારીજીન પાસે બુધવારે થયેલ ગોઝારા અકસ્માત મુદ્દે સ્ટેટ ટ્રાફિકના એસપી, RTO, NHAIના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અકસ્માતનું કારણ જાણવા એફએસએલ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસની ટીમો પણ પહોંચી છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. SPએ નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી. અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે. SPએ ડાયવર્ઝન સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હિંમતનગર નજીક બુધવારે વહેલી સવારે 6.30 કલાકે થયેલા ભીષણ અકસ્માતમાં અમદાવાદના સાત નવયુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી ઈનોવા ટ્રેલરની પાછળ એટલી જોરદાર ટકરાઈ હતી કે ઇનોવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતકો પણ ઈનોવાની અંદર ફસાઈ ગયા હતા. જેથી પતરાં ચીરીને તમામના મૃતદેહ બહાર કાઢવા પડયા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લાની સાથે અમદાવાદ શહેરની પણ હચમચાવી દે તેવી ઘટનામાં સ્ટેટ ટ્રાફિકના એસપી, નેશનલ હાઈવે ઓથોરીટી, એફએસએલ, આરટીઓ, ટ્રાફિક અને સ્થાનિક પોલીસના અધિકારીઓ, પ્રાંત, કલેકટર ગુરુવારે સવારે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાસ્થળે નિરીક્ષણ કરીને અકસ્માતના સ્પષ્ટ કારણ અંગે રીપોર્ટ તૈયાર કરવાની સુચના આપી હતી. આમ પણ તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ જાગે છે તેવી ચર્ચાએ પણ જોર પકડયુ હતુ. સ્ટેટ ટ્રાફિકના એસપી, RTO, NHAIના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બુધવારે સવારે 6.30 કલાકે ઉદેપુર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા હિંમતનગરના સહકારી જીન પહેલાં આવેલી મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી આગળ બનેલા ડાયવર્ઝનના છેડે રાજસ્થાનથી અમદાવાદ તરફ ઈનોવા અને આગળ જઈ રહેલા ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાનો ચિરાગ ધનવાની, રોહિત રામચંદાણી, સાગર ઉદાણી, રાહુલ મુલચંદાણી, ગોવિંદ રામરાણી, ભરત કેશવાણી, રોહિત શીરવાણીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જયારે હની તોતવાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનામાં કારની ઓવર સ્પીડ હોવા મામલે એફએસએલ અને આરટીઓએ તપાસ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ અકસ્માતમાં નેશનલ હાઈવે ઓથોરીટી અને હાઈવેના કોન્ટ્રાકટર દ્વારા અપાયેલા ડાયવર્ઝનની બેદરકારી તેમજ 500, 300 અને 100 મીટર અગાઉ ડાર્યવઝન હોવાની માહિતી આપતા જરૂરીયાત મુજબના સાઈન બોર્ડનો અભાવ હોવાનું કારણ પણ સામે આવ્યુ છે. અકસ્માતનું કારણ જાણવા FSL, પોલીસની ટીમો પહોંચી જેની તપાસ કરવા આજરોજ સ્ટેટ ટ્રાફિસના એસપી અર્પિતા પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ, પ્રાંત કલેકટર, ટ્રાફિક પોલીસના પીઆઈ, એફએસએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા તેમજ ટ્રાફિક, ડાયવર્ઝનને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતુ. તેમજ બુધવારે સવારે થયેલા અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો સાથેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એટલુ જ નહીં એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનના સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હતી. નેશનલ હાઈવે ઓથોરીટી કલેકટરને પણ ગાંઠતુ નથી! કલેકટરની અધ્યક્ષતામાં દર મહિને યોજાતી રોડ સેફટીની મિટીંગમાં એસપી સહિતના પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહે છે, જેમાં જિલ્લાના રૂટીન પ્રશ્રો ઉપરાંત શામળાજીથી ચિલોડા સુધી બાકી રહેલા તમામ ઓવર બ્રિજ, નિર્માણ થઈ ગયેલા ઓવરબ્રિજના ગાબડાઓ અને તૂટી ગયેલા હાઈવેની સાથે સાથે સહકારીજીનના ડાયવર્ઝન તેમજ ખખડધજ સર્વિસ રોડ અને અહીં થતા અવારનવાર અકસ્માતોના મામલે માત્ર રીપોર્ટ જ રજૂ થાય છે અને સુચનાઓ જારી કરવામાં આવે છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કલેકટરની સુચનાને ગંભીરતાથી લેવામાં આવતી નથી જેથી એવી છાપ ઉભી થઈ છે કે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ કલેકટરને પણ ગાંઠતા નથી! ગંભીર અકસ્માતને કલેકટરે હળવાશથી લેતા અચરજ બુધવારે સવારે હિંમતનગર સહકારીજીન પાસે થયેલ અકસ્માતમાં અમદાવાદના 7 યુવાનોના મોત થતા ભલભલાના હૈયા ભરાઈ આવ્યા હતા. તો બીજી તરફ સાબરકાંઠા કલેકટર રતનકુંવર એચ. ગઢવીએ અકસ્માતને હળવાશથી લીધો હોય તેવી ચર્ચાના કારણે જિલ્લાની પ્રજામાં ભારે અચરજ સર્જાયુ છે. કલેકટર પાસે અમર્યાદિત સત્તાઓ હોય છે, તેઓ ધારે તો નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને હાઈવેના કોન્ટ્રાકટર પાસે ડાયવર્ઝન, સર્વિસ રોડ, હાઈવે તેમજ ઓવરબ્રિજની કવોલિટી સહિતના કામ સચોટ રીતે કરાવી શકે છે, જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય. અગાઉના કલેકટર નૈમેષ દવે નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ આપીને ફટકાર લગાવી હતી. જ્યારે હાલના કલેકટર રતનકુંવરબા અકસ્માતનો રીપોર્ટ આવે તેની રાહ જોઈને બેસી રહ્યા છે. લોકોની વાહવાહી લૂંટવાનું નાટક કરતું તંત્ર પાંચ વર્ષ અગાઉ તા. 16 ઓગષ્ટ 2019ના રોજ પ્રાંતિજ નજીક બ્લુમ ડેકોર ફેક્ટરી સામે હાઈવે પર પડી ગયેલા ખાડાઓના કારણે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવી દેતા તા.6 સપ્ટેમ્બર 2019ના રોજ સાબરકાંઠા એસપી ચૈતન્ય મંડલીકે નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ ફટકારી હતી કે તેમના જિલ્લાની હદમાં ખખડધજ હાઈવે કે પડી ગયેલા ખાડાઓના કારણે જો હવેથી અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો તેમની સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે. તે રીતે કલેકટર દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરીટીને અવારનવાર આવી નોટીસ આપવામાં આવે છે પરંતુ આજ સુધી સર્જાયેલ અનેક અકસ્માતોમાં અસંખ્ય જિંદગીઓ બરબાદ થઈ ગઈ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરીટીના એક પણ અધિકારી સામે ગુનો નોંધાયો નથી. આમ લોકોની વાહવાટી લૂંટવાનું નોટિસનું માત્ર નાટક કરવામાં આવતુ હોવાની છાપ ઉપસી છે. એ જ રીતે તાજેતરમાં તા.02 સપ્ટેમ્બર 2024ના રોજ અરવલ્લી એસપી શૈફાલી બરવાલે ન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિંમતનગર સહકારીજીન પાસે બુધવારે થયેલ ગોઝારા અકસ્માત મુદ્દે સ્ટેટ ટ્રાફિકના એસપી, RTO, NHAIના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અકસ્માતનું કારણ જાણવા એફએસએલ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસની ટીમો પણ પહોંચી છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. SPએ નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી. અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે.
SPએ ડાયવર્ઝન સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી
હિંમતનગર નજીક બુધવારે વહેલી સવારે 6.30 કલાકે થયેલા ભીષણ અકસ્માતમાં અમદાવાદના સાત નવયુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી ઈનોવા ટ્રેલરની પાછળ એટલી જોરદાર ટકરાઈ હતી કે ઇનોવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતકો પણ ઈનોવાની અંદર ફસાઈ ગયા હતા. જેથી પતરાં ચીરીને તમામના મૃતદેહ બહાર કાઢવા પડયા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લાની સાથે અમદાવાદ શહેરની પણ હચમચાવી દે તેવી ઘટનામાં સ્ટેટ ટ્રાફિકના એસપી, નેશનલ હાઈવે ઓથોરીટી, એફએસએલ, આરટીઓ, ટ્રાફિક અને સ્થાનિક પોલીસના અધિકારીઓ, પ્રાંત, કલેકટર ગુરુવારે સવારે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાસ્થળે નિરીક્ષણ કરીને અકસ્માતના સ્પષ્ટ કારણ અંગે રીપોર્ટ તૈયાર કરવાની સુચના આપી હતી. આમ પણ તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ જાગે છે તેવી ચર્ચાએ પણ જોર પકડયુ હતુ.
સ્ટેટ ટ્રાફિકના એસપી, RTO, NHAIના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
બુધવારે સવારે 6.30 કલાકે ઉદેપુર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા હિંમતનગરના સહકારી જીન પહેલાં આવેલી મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી આગળ બનેલા ડાયવર્ઝનના છેડે રાજસ્થાનથી અમદાવાદ તરફ ઈનોવા અને આગળ જઈ રહેલા ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાનો ચિરાગ ધનવાની, રોહિત રામચંદાણી, સાગર ઉદાણી, રાહુલ મુલચંદાણી, ગોવિંદ રામરાણી, ભરત કેશવાણી, રોહિત શીરવાણીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જયારે હની તોતવાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનામાં કારની ઓવર સ્પીડ હોવા મામલે એફએસએલ અને આરટીઓએ તપાસ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ અકસ્માતમાં નેશનલ હાઈવે ઓથોરીટી અને હાઈવેના કોન્ટ્રાકટર દ્વારા અપાયેલા ડાયવર્ઝનની બેદરકારી તેમજ 500, 300 અને 100 મીટર અગાઉ ડાર્યવઝન હોવાની માહિતી આપતા જરૂરીયાત મુજબના સાઈન બોર્ડનો અભાવ હોવાનું કારણ પણ સામે આવ્યુ છે.
અકસ્માતનું કારણ જાણવા FSL, પોલીસની ટીમો પહોંચી
જેની તપાસ કરવા આજરોજ સ્ટેટ ટ્રાફિસના એસપી અર્પિતા પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ, પ્રાંત કલેકટર, ટ્રાફિક પોલીસના પીઆઈ, એફએસએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા તેમજ ટ્રાફિક, ડાયવર્ઝનને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતુ. તેમજ બુધવારે સવારે થયેલા અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો સાથેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એટલુ જ નહીં એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનના સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હતી.
નેશનલ હાઈવે ઓથોરીટી કલેકટરને પણ ગાંઠતુ નથી!
કલેકટરની અધ્યક્ષતામાં દર મહિને યોજાતી રોડ સેફટીની મિટીંગમાં એસપી સહિતના પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહે છે, જેમાં જિલ્લાના રૂટીન પ્રશ્રો ઉપરાંત શામળાજીથી ચિલોડા સુધી બાકી રહેલા તમામ ઓવર બ્રિજ, નિર્માણ થઈ ગયેલા ઓવરબ્રિજના ગાબડાઓ અને તૂટી ગયેલા હાઈવેની સાથે સાથે સહકારીજીનના ડાયવર્ઝન તેમજ ખખડધજ સર્વિસ રોડ અને અહીં થતા અવારનવાર અકસ્માતોના મામલે માત્ર રીપોર્ટ જ રજૂ થાય છે અને સુચનાઓ જારી કરવામાં આવે છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કલેકટરની સુચનાને ગંભીરતાથી લેવામાં આવતી નથી જેથી એવી છાપ ઉભી થઈ છે કે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ કલેકટરને પણ ગાંઠતા નથી!
ગંભીર અકસ્માતને કલેકટરે હળવાશથી લેતા અચરજ
બુધવારે સવારે હિંમતનગર સહકારીજીન પાસે થયેલ અકસ્માતમાં અમદાવાદના 7 યુવાનોના મોત થતા ભલભલાના હૈયા ભરાઈ આવ્યા હતા. તો બીજી તરફ સાબરકાંઠા કલેકટર રતનકુંવર એચ. ગઢવીએ અકસ્માતને હળવાશથી લીધો હોય તેવી ચર્ચાના કારણે જિલ્લાની પ્રજામાં ભારે અચરજ સર્જાયુ છે. કલેકટર પાસે અમર્યાદિત સત્તાઓ હોય છે, તેઓ ધારે તો નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને હાઈવેના કોન્ટ્રાકટર પાસે ડાયવર્ઝન, સર્વિસ રોડ, હાઈવે તેમજ ઓવરબ્રિજની કવોલિટી સહિતના કામ સચોટ રીતે કરાવી શકે છે, જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય. અગાઉના કલેકટર નૈમેષ દવે નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ આપીને ફટકાર લગાવી હતી. જ્યારે હાલના કલેકટર રતનકુંવરબા અકસ્માતનો રીપોર્ટ આવે તેની રાહ જોઈને બેસી રહ્યા છે.
લોકોની વાહવાહી લૂંટવાનું નાટક કરતું તંત્ર
પાંચ વર્ષ અગાઉ તા. 16 ઓગષ્ટ 2019ના રોજ પ્રાંતિજ નજીક બ્લુમ ડેકોર ફેક્ટરી સામે હાઈવે પર પડી ગયેલા ખાડાઓના કારણે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવી દેતા તા.6 સપ્ટેમ્બર 2019ના રોજ સાબરકાંઠા એસપી ચૈતન્ય મંડલીકે નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ ફટકારી હતી કે તેમના જિલ્લાની હદમાં ખખડધજ હાઈવે કે પડી ગયેલા ખાડાઓના કારણે જો હવેથી અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો તેમની સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે. તે રીતે કલેકટર દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરીટીને અવારનવાર આવી નોટીસ આપવામાં આવે છે પરંતુ આજ સુધી સર્જાયેલ અનેક અકસ્માતોમાં અસંખ્ય જિંદગીઓ બરબાદ થઈ ગઈ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરીટીના એક પણ અધિકારી સામે ગુનો નોંધાયો નથી. આમ લોકોની વાહવાટી લૂંટવાનું નોટિસનું માત્ર નાટક કરવામાં આવતુ હોવાની છાપ ઉપસી છે. એ જ રીતે તાજેતરમાં તા.02 સપ્ટેમ્બર 2024ના રોજ અરવલ્લી એસપી શૈફાલી બરવાલે નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ આપીને મોડાસાથી શામળાજી હાઈવે પર પડી ગયેલા ખાડાઓ પુરવા સુચના આપી છે.