Gujarat સરકારમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓને એપ્લિકેશન મારફતે ભરવાની રહેશે મિલકતની વિગતો

દિવાળી બાદ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓને મિલકતને લઈ નોંધણી કરવાની રહેશે,વર્ગ 3 ના અધિકારીઓને આ નોંધણી ઓનલાઈન એપ્લિકેશ મારફતે કરવાની રહેશે.કર્મયોગી એપ્લિકેશન પર તમામ માહિતી ભરવાની રહેશે અને 20 નવેમ્બર સુધી મિલકતની વિગતો ભરવાની રહેશે,સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે જાહેર શિક્ષકોને પણ ભરવું પડશે રાજ્યની તમામ સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની મિલત જાહેર થાય એ માટે સરકાર દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે અઢી લાખ જેટલા શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે.રાજ્ય સરકારના GAD વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીપીઈઓ અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર આકરા મૂડમાં આ વખતે 15 જુલાઈ સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા સરકારના વર્ગ 3 ના કર્મચારી અધિકારીઓએ પોતાની તમામ મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી મહિના સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. જો કોઈ કર્મચાર આ પ્રકારની માહિતી આપી શકતો નથી અથવા તો જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવી શકે છે. રાજ્ય સરકારના વર્ગ 1 થી વર્ગ 3 ના કર્મચારીઓની વર્ષ દરમિયાન જંગમ મિલકતમાં થયેલા ફેરબદલની પણ નોંધ કરવી પડશે. સોફટવેરમાં ભરવી પડશે માહિતી રાજય સરકારના તમામ વર્ગ-3 ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ તા.28/2/2024 ના જાહેરનામાથી લાગુ પાડવામાં આવેલ છે.ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમોના નિયમ 19ના પેટા નિયમ (૧), (૨) અને (૩) ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓએ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂંક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કરતી વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં "કર્મયોગી” સોફટવેરમાં સક્ષમ સત્તાધિકારી/સંવર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે.

Gujarat સરકારમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓને એપ્લિકેશન મારફતે ભરવાની રહેશે મિલકતની વિગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી બાદ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓને મિલકતને લઈ નોંધણી કરવાની રહેશે,વર્ગ 3 ના અધિકારીઓને આ નોંધણી ઓનલાઈન એપ્લિકેશ મારફતે કરવાની રહેશે.કર્મયોગી એપ્લિકેશન પર તમામ માહિતી ભરવાની રહેશે અને 20 નવેમ્બર સુધી મિલકતની વિગતો ભરવાની રહેશે,સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે જાહેર

શિક્ષકોને પણ ભરવું પડશે

રાજ્યની તમામ સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની મિલત જાહેર થાય એ માટે સરકાર દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે અઢી લાખ જેટલા શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે.રાજ્ય સરકારના GAD વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીપીઈઓ અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

સરકાર આકરા મૂડમાં

આ વખતે 15 જુલાઈ સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા સરકારના વર્ગ 3 ના કર્મચારી અધિકારીઓએ પોતાની તમામ મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી મહિના સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. જો કોઈ કર્મચાર આ પ્રકારની માહિતી આપી શકતો નથી અથવા તો જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવી શકે છે. રાજ્ય સરકારના વર્ગ 1 થી વર્ગ 3 ના કર્મચારીઓની વર્ષ દરમિયાન જંગમ મિલકતમાં થયેલા ફેરબદલની પણ નોંધ કરવી પડશે.

સોફટવેરમાં ભરવી પડશે માહિતી

રાજય સરકારના તમામ વર્ગ-3 ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ તા.28/2/2024 ના જાહેરનામાથી લાગુ પાડવામાં આવેલ છે.ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમોના નિયમ 19ના પેટા નિયમ (૧), (૨) અને (૩) ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓએ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂંક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કરતી વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં "કર્મયોગી” સોફટવેરમાં સક્ષમ સત્તાધિકારી/સંવર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે.