Gujarat : મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મોટા સમાચાર, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરૂવારે આવશે ગુજરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ આવતીકાલે સાંજે અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી અમિત શાહ પોતાના નિવાસસ્થાને જશે. ત્યારે શુક્રવારે 17 ઓક્ટોબરના રોજ રાજ્યના મંત્રી મંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે.
શુક્રવારે રાજ્યના મંત્રી મંડળમાં થઇ શકે મોટા ફેરફાર
ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે સુનીલ બંસલ ગુજરાત પહોંચશે અને આવતીકાલે ગુરૂવારે ગૃહપ્રધાન અમિત શાહ સિવાય કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા પણ ગુજરાત આવશે. ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ હવે પ્રબળ બની છે, નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાય એવી પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે બપોર બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગુજરાત પહોંચશે. રાજ્યપાલ પહોંચ્યા બાદ વિસ્તરણની ગતિવિધી શરૂ થશે. આ સાથએ જ રાજભવનમાં CMની રાજ્યપાલ સાથે મુલાકાત પણ થઈ શકે છે.
નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે
રાજ્ય સરકારના નવા મંત્રી મંડળની શપથવિધિમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં 10થી વધુ કેબિનેટ કક્ષામાં મંત્રીઓ હશે અને 17 ઓક્ટોબરે 12:39ના વિજય મુહૂર્તમાં શપથ વિધિ યોજાઈ શકે છે. આવતીકાલે જે મંત્રીઓને પડતા મુકવાના છે એમના રાજીનામા લેવાઈ શકે છે. જો કે રાજીનામા પહેલા કેન્દ્રીય સંગઠનના નેતાઓ ગુજરાત આવશે. મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મહત્વના સમાચાર એ પણ છે કે સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી છે. સ્વર્ણિમ સંકુલ-1માં પહેલા માળે 3 ચેમ્બર ખાલી છે તો સ્વર્ણિમ સંકુલ-2માં કુલ 9 ચેમ્બર ખાલી પડી છે. સ્વર્ણિમ સંકુલ-2 કુલ 29 મંત્રીને બેસવાની ક્ષમતા છે પણ તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રી બનાવી શકાય છે.
What's Your Reaction?






