Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આજે ઉકળાટ રહેશે. ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે. હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે. લોકોને ગરમીમાં રાહત મળશે.
રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે ગરમ શહેર
રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે રાજ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું.જ્યારે જૂનાગઢમાં 43.4 તાપમાન અને અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે.રાજ્યના દશ જેટલા શહેરોમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રીની વચ્ચે નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.હવામાન વિભાગના આંકડા મુજબ,અમરેલીમાં 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગ્રમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 41.5 અને ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં 39.7, કેશોદમાં 39.9 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 39ડિગ્રી તાપમાન રહ્યું હતું.
લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.જેના પગલે કાળઝાળ ગરમીમાંથી થોડી મુક્તિ મળશે.તેમ છતાં બપોરના સમયે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News: ફુડ વિભાગની કાર્યવાહીમાં ચોંકાવનારો ખુલાસો, આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ થયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

