Gujarat Weather : રાજયમાં આજે ભારે પવન સાથે પડી શકે છે વરસાદ
હવામાન વિભાગે રાજયભરમા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે રહેશે,આજે નર્મદા,ભરૂચ,સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે. જાણો આજે કયાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, ભરૂચ, સુરત,પોરબંદર, જૂનાગઢ,ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી,પોરબંદર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે. સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે રાજયભરમા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે રહેશે,આજે નર્મદા,ભરૂચ,સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે.
જાણો આજે કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, ભરૂચ, સુરત,પોરબંદર, જૂનાગઢ,ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી,પોરબંદર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો
હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.
સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.